પિંક લાડું
Weekend recipe ,#rskshabandhan special mithai
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા નારિયળ નું ખમણ લો,તેમાં દૂધ ઉમેરો,,હવે ગેસ ચાલુ કરો
- 2
બરાબર હલાવી દૂધ બળી જાય એટલે તેમાં બૂરું ખાંડ ઉમેરી હલાવો,,ખાંડ નું પાણી બળી જાય મિશ્રણ ઘટ્ટ થાય ત્યાંસુધી હલાવો
- 3
હવે મિશ્રણ ના ચાર ભાગ પડો તેમાં થી એક ભાગ એક ડિશ માં કાઢી લો,હવે બાકી વધેલા મિશ્રણ ને ફરી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો
- 4
પછી તેમાં રોઝ સીરપ,અને ચપટી ફૂડ કલર ઉમેરી બરાબર હલાવી મિક્સ કરો પછી એક ડિશ માં કાઢી લો
- 5
હવે સફેદ મિશ્રણ માં કાજુ ના નાના ટુકડા કરી તેમાં ઉમેરો, લો અને તેના નાના બોલ બનાવો,હવે ગુલાબી રંગ ના મિશ્રણ માંથી થોડો લુઓ લઈ તેને હાથ થી થોડો થેપી લો,હવે તેમાં સફેદ બોલ મૂકી બરાબર બંધ કરી,સરસ લાડુ બનાવી લો,,
- 6
આવી રીતે બધા લાડુ બનાવી લો,હવે એક સર્વિંગ ડિશ માં બધા લાડુ મૂકી,તેના પર પિસ્તા ની કતરણ મૂકી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ