મેટ સમોસા (mat samosa recipe in gujarati)

#ઓગસ્ટ મેટ સમોસા, નોર્મલી સમોસા બટાકાનું કે પનીર ફીલિંગ ભરી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં રતાળું અને બન્નેનું કૉમ્બિનેશન લઈ ડિઝાઇનર સમોસા બનાવ્યા છે આશા રાખુ તમને બધાને ગમશે
મેટ સમોસા (mat samosa recipe in gujarati)
#ઓગસ્ટ મેટ સમોસા, નોર્મલી સમોસા બટાકાનું કે પનીર ફીલિંગ ભરી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં રતાળું અને બન્નેનું કૉમ્બિનેશન લઈ ડિઝાઇનર સમોસા બનાવ્યા છે આશા રાખુ તમને બધાને ગમશે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો લઈ તેમાં રવો મીઠું અને તેલ આ બધું બરાબર મિક્સ કરી થોડું પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધવો
- 2
રતન ને છોલી તેના ટુકડા કરી લો અને તેને બટાકા સાથે વરાળ પંદરથી વીસ મિનિટ માટે બાફો જ્યારે ઠંડા પડે એટલે બંને તેમાં છીણેલું પનીર અને બધા સુકા મસાલા અને લીલા આદુ-મરચા જૂની તો ખાંડ નાખી સરખી રીતે મિક્સ કરો
- 3
એક પેનમાં તેલ લઈ તેને ગેસ પર મૂકો તેમાં જીરું અને વરિયાળી નાખવી રતાળુ નું
પૂરણ નાખી સાંતળી બે મિનીટ પછી ગેસ પરથી ઉતારી ઠંડુ થવા જાય અને તેના નાના ગોળા વાળી હાથેથી દબાવી નાની-નાની ટીકી વાળો ચટણીની બધી સામગ્રી મિક્સ માં મિક્સરમાં લઈ ચટણી બનાવો - 4
લોટ નો ગોળો લઈને તેની રોટલી વણો બંને સાઈડ કાપી ચોરસ બનાવો ચોરસ માં થી પટ્ટી કાપી બંનેને એકબીજા ઉપર ઉભી અને આડી મુકો પછી ગ્રીન ચટણી લગાવો અને તેના ઉપર રતાળુ ની ટિક્કી મૂકો કોઈપણ બે વિરુદ્ધ સાઈડ ની ઝીણી પટ્ટી કાપી બધી મેંદાની લઇ લગાવી બે પટ્ટી એકબીજા ઉપર મૂકી સીલ કરો પછી પછી સાઈડ ની ઝીણી પટ્ટી કાપી એકબીજા ઉપર વારાફરતી ચોંટાડી સાદડી નો આકાર આપો આ રીતે બધા સમોસા તૈયાર કરો
- 5
લોયા માં તેલ મૂકી બધા સમોસા કાચા-પાકા તળી લો ફરી પાછા બધા સમોસા ને ફાસ્ટ ગેસ પર તરોં આવું કરવાથી સમોસા લાંબા સમય સુધી ક્રિશપ રહેશે બધો સમોસા તળાઈ જાય એટલે તેના પર ચાટ મસાલો નાખો અને તેને કેચપ અથવા ચટણી સાથે સર્વ કરો આ સમોસા તમે કાચા પાકા તળી ફ્રિઝર રાખી એક 15 થી 20 દિવસ માટે સાચવી શકો છો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સમોસા.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ