ડ્રાયફ્રૂટ સેવૈયાં રસગુલ્લા (dry fruit Savaiya rasgulla recipie in Gujarati)

માઇઇબુક
આ રેસિપી એક ઇનોવેશન રેસિપી છે,મહેમાન આવે ત્યારે તમે આ આઇટમ નવી જ રીતે પીરસી શકો છો.સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે.....
ડ્રાયફ્રૂટ સેવૈયાં રસગુલ્લા (dry fruit Savaiya rasgulla recipie in Gujarati)
માઇઇબુક
આ રેસિપી એક ઇનોવેશન રેસિપી છે,મહેમાન આવે ત્યારે તમે આ આઇટમ નવી જ રીતે પીરસી શકો છો.સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે.....
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ગરમ થવા મૂકી,ઉફાનો આવી જાય પછી તેમાં સેવ નાખી દેવી,થોડીવાર પછી ખાંડ અને ઈલાયચી પણ ઉમેરી દો.ધીમા તાપે એકદમ ઉકાળવું.ત્યારબાદ થોડુ ઘટ્ટ થઇ જાય એટલે ઉતારી લેવું.
- 2
કાજુબદમની કતરણ પણ ઉમેરી દેવી.જેથી એકદમ સરસ રીતે ભળી જાય.તૈયાર છે ડ્રાયફ્રૂટ સેવૈયા....
- 3
એક તપેલીમાં દૂધ લઇ તેને ફાડવા માટે લીંબુ અને પાણી મિક્સ કરી દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં ધીમે ધધીમે ઉમેરતા જાવ,દૂધ પૂરી રીતે ફાટી જાય એટલે તેને ગાળી,કપડામાં બાંધી ફ્રીઝ મા થોડીવાર રાખી મૂકો.
- 4
ત્યારબાદ બહાર કાઢી હથેળીથી એકદમ મસળીને લીસુ લોટ જેવું બનાવી લો.ચાસણી માટે ખાંડ ડૂબે તેટલું પાણી લઈ એક મિનિટ જ ઉકાળો.ઇલાયચી નાખી રાખો.
- 5
જે લોટ જેવું બનાવે લ હતું તેમાંથી નાના નાના ગોળા વાળી,ચાસણીમાં નાખી રાખો.
- 6
પીરસતી વખતે સૌપ્રથમ એક કાચના ગ્લાસમાં સેવૈયાં ઉમેરી,ઉપર ડ્રાયફ્ર્યુટ નાખી,રસગુલ્લા મૂકી,તેની ઉપર બદામ થી સજાવી,ફ્રીઝ કરી લો.એકદમ ઠંડુ થઈ ગયા પછી ખાવાની ખૂબ જ મજા આવે છે,...મહેમાનો ને હોંશે હોંશે નવીન આઇટમ પીરસો....બધાને ખૂબ જ પસંદ આવશે,તમે પણ જરૂર ટ્રાય કરજો....
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ ઢોસા પ્રીમિક્સ (instant Dhosa Pre Mix Recipe In Gujarati)
- પાન મોદક (Pan Modak Recipe In Gujarati)
- હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)
- લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style
- પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)















ટિપ્પણીઓ (2)