લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

ચોખા સાઉથ ઈન્ડિયન નો મુખ્ય ખોરાક છે. તેઓ તેમાં થી બનતી વિવિધ વાનગી ઓનો પોતાના ખોરાકમાં સમાવેલ કરે છે. એમાં થી લેમન રાઈસ સાઉથ ઈન્ડિયા ની સ્વાદિષ્ટ લોકપ્રિય વાનગી છે. આપડે ગુજરાતી ઓ જેમ વઘારેલો ભાત બનાવીએ ઓલમોસ્ટ એવી જ રીતે ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાંથી ખુબ જ સરળતાથી બની જતી આ વાનગી છે. ખુબ જ ઓછા સામાન ની જરુર પડતી હોય છે.

લેમન રાઈસ માટે રાંધેલા ચોખા અને ખુબ જ થોડા મસાલાં અને લીબું ની જરુર પડે છે. તમે બનાવીને વધેલા રાઈસમાંથી પણ તે બનાવી શકો છો. લંચમા ખાવ કે પછી ડીનરમાં, સ્કુલ લંચ બોક્ષમાં આપો કે પછી નાસ્તાં માં ખાવ. ઝડપથી બની જતી ટેસ્ટી વાનગી છે.

મારી daughter ની એક સાઉથ ઈનડીયન friend che. બહુ સમય પહેલી એક વાર એણે એક વાર એની ઘરે આ લેમન રાઈસ ખાધો હતો. ઘરે આવી ને તેને એ રાઈસ માં ખુબ વખાણ કર્યાં. મને તો એવું જ લાગ્યું કે બહુ જ બનાવવાનું અઘરું હશે, અને એમાં જાત જાત ની વસ્તુઓની જરુર પડતી હશે. મેં એની friend ની મોમ ને ફોન કર્યો તો ખબર પડી કે આ તો ખુબ જ સહેલી અને ઝટપટ બની જતી વાનગી છે. ત્યાર પછી તો અમારી ઘરે આ અવાક નવાર બનતા રહેતાં હોય છે.

લેમન રાઈસ માં ૩ ખાસ મહત્વની વસ્તુઓ છે. ચોખા, લીંબુ અને શીંગદીણાં. લીંબુ ની ખટાશ અને શીંગદાણા નો જે crunch આવે છે, તે એમાં ખુબ જ સરસ લાગે છે. પુલાવમાં આપડે જેવાં છુટ્ટા રાઈસ કરીએ છીએ એવો જ રાઈસ આમાં જોઈએ છે. તમે તેને કુકર મા કરો કે છુટ્ટો. હું મોટે ભાગે એને રાઈસ કુકર માં કરતી હોવું છું. અને ખાસ વાત કે તેમાં કાંદા- લશણ નો ઉપયોગ કરવામાં આવતો નથી.

તમે પણ મારી આ રીત થી જરુર ટા્ય કરજો અને જરૂરથી જણાવજો કે તમને આ રાઈસ કેવો લાગ્યો??

#સાઉથ
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ કપચોખા
  2. ૧ કપપાણી
  3. મીઠું
  4. ૧ ચમચીચણા ની દાળ (ધોઈ ને ૧૫ મીનીટ માટે પલારી લેવી) તમેં પલાળ્યાં વગર પણ વાપરી શકો છો. હું પલારી ને વાપરવાનું પસંદ કરું છું
  5. ૧ ચમચીઅડદની દાળ (ધોઈ ને ૧૫ મીનીટ માટે પલારી લેવી) તમેં પલાળ્યાં વગર પણ વાપરી શકો છો. હું પલારી ને વાપરવાનું પસંદ કરું છું
  6. ૫-૬ લીમડાં ના પાન
  7. ૨-૩ લીલાં મરચાં (જો બહુ તીખું ના ખાવું હોય તો મરચાં ના ખાલી મોટા ટુકડા કરી લેવાં. અને જો તીખું ખાવું હોય તો વધારે મરચાં લેવાં- અને પીસી લેવાં તેથી તીખાશ આવશે)
  8. ૨ ચમચીતેલ
  9. ૧ ચમચીઘી (તમે એકલું તેલ કે એકલું ઘી પણ લઈ શકો છો.)
  10. ૪-૫ ચમચી આખા શીંગદાણાં
  11. ૬-૭ ટુકડાં કાજુ
  12. ૧/૨ ચમચીરાઈ
  13. ચપટીહીંગ
  14. ૧/૨ ચમચીહળદર
  15. નાનો ટુકડો આદું (ખમણી લો)
  16. ૧-૨ વઘારનાં મરચાં
  17. ૨ ચમચીલીંબું નો રસ (જોઈએ તો વધારે લો, મેં અંદર ૨ ચમચી લીધું હતું, બીજું થોડું ખાતી વખતે ઉપર થી લીધું હતું) લેમન રાઈસ છે, એટલે લીંબુ થોડું આગળ પડતું જ હોય છે
  18. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં, ચોખા ને ધોઈ ને કુકરમા મુકી ને સીટી મારી લો, કે પુલાવમાં કરો એમ છુટ્ટા ગરમ પાણી માં ચડાવી ને પાણી નીતારી લો. મેં રાઈસ કુકર માં ૧ કપ ચોખામાં ૧ કપ જ પાણી નાંખી સરસ ચડાવી લીધાં છે. અને જરા ઠંડા પડવા દીધાં છે. તમે નવો રાઈસ ના બનાવતાં, જો વધેલો ભાત હોય તો તે પણ વાપરી શકો છો.

  2. 2

    હવે, એક પેન માં પહેલાં તેલ લો. સૌથી પહેલાં કાચા શીંગદાણાં નાંખી થવા દો. જરા વારમાં જોડે કાજુ પણ ઉમેરો. સરસ ગુલાબી જેવાં થાય એટલે ઘી ઉમેરો. હવે તેમાં, રાઈ નાંખો, તતડે એટલે હીંગ ઉમેરો, લીલાં મરચાં, હળદર, ચણાની દાળ, અડદની દાળ અને વઘારનાં મરચાં ઉમેરો. સરસ હલાવી બધું મીક્ષ કરી લો.

  3. 3

    હવે, તેમાં ચડાવેલો રાઈસ ઉમેરો. મીઠું અને લીંબુ નો રસ ઉમેરો. બધું સરસ રીતે મીક્ષ કરી લો. હવે, જરા વારમાં ગેસ બંધ કરી સમારેલી કોથમીર ભભરાવી પીરસો.

  4. 4

    ગરમા ગરમ લેમન રાઈસ

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

ટિપ્પણીઓ

Similar Recipes