ખાટ્ટા ઢોકળાં (khatta dhokla recipe in Gujarati)
# નોર્થ
# ગુજરાતી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપર જણાવેલ છે તે મુજબ ઢોકળા નો લોટ લઈ તેને ગરમ પાણી થી ૮ કલાક પહેલા પલાળી રાખો,
- 2
તેને ડબ્બા માં ભરી ગરમ જગ્યા પર રહેવા દો,
- 3
તેમાં આથો આવી જશે,હવે ઢોકળાં બનાવવા માટે આથો લઈ તેમાં મીઠું, હળદર,હિંગ નાખો,
- 4
ત્યારબાદ તેમાં પલાળેલી ચણાદાળ,કોથમીર,ખાવાનો સોડા,લીંબુ નો રસ નાખી એકદમ ફેંટી લ્યો,
- 5
હવે એક પેન માં પાણી ગરમ કરવા મૂકો,
- 6
ડીશ માં તેલ લગાડો,
- 7
અને તૈયાર કરેલું ખીરું તેમાં નાખી તેની ઉપર લાલ મરચાં નો પાઉડર અને કોથમીર ભભરાવી દો,
- 8
હવે તેને પેન માં પાણી ગરમ કરવા રાખ્યું છે તેમાં સ્ટેન્ડ મૂકી થાળી મૂકી દો,
- 9
પછી તેનું ઢાંકણું બંધ કરી દો અને ૧૦ મિનિટ સ્ટીમ થવા દો,
- 10
૧૦ મિનિટ પછી ઢોકળા તૈયાર થઈ જશે
- 11
તેનાં ટુકડાં કરી લસણ ની લાલ ચટણી અને સીંગતેલ ની સાથે સર્વ કરો..
- 12
તો ગુજરાતી લોકો ની ફેવરિટ આઇટમ ખાટ્ટા ઢોકળાં તૈયાર છે તમે પણ જરૂર ટ્રાય કરજો, ગરમ ગરમ ખાવા ની ખૂબ મજા આવશે..
- 13
આભાર....
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ