લાઈવ ઉંધીયું(live undhiyu recipe in gujarati)
#સપ્ટેમ્બર
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીના મુઠીયા બનાવવાની રીત :- ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરી તેમાં મીઠું, તલ, ગરમ મસાલો તથા તેલનું મોણ નાખી લોટ બાંધવો. તેના નાના મુઠીયા વાળી ગરમ તેલમાં તળી લેવા.
- 2
લીલો મસાલો બનાવવા માટે :- લીલા નાળીયેરનું છીણ, લીલા વટાણા, પાલકની ભાજી, કોથમીર, આદુ, લીલી મરચી, સિંગદાણાનો ભૂકો, આમચૂર પાઉડર, મીઠું, બધું મિક્સ કરી અને મિક્સરમાં ક્રશ કરી અધકચરો મસાલો તૈયાર કરવો.
- 3
બધા શાકભાજીને કાપા પાડી તેમાં ગ્રીન મસાલો ભરવો.
- 4
કુકરમાં તેલ મૂકી તેમાં સૂકા મરચાં, હિંગ નાખી તેમાં ભરેલા શાકભાજીનો વઘાર કરી થોડી વાર ચઢવા દેવું. ત્યારબાદ તેમાં 2 કપ પાણી નાખી કુકર નું ઢાંકણું બંધ કરી ૨થી ૩ વિસલ વગાડવી.
- 5
કુકર ઠંડુ થયા બાદ એક તપેલામાં શાકભાજી કાઢી અને તેમાં તળેલા મુઠીયા નાખી દસથી પંદર મિનિટ સીઝવા દેવું અને ઉપરથી વધેલો લીલો મસાલો છાટી હલાવવું.
- 6
ઉંધિયાને સર્વિંગ બાઉલમાં લઈ કોથમારી, તલ અને લીલા નાળિયેરના છીણથી ગાર્નિશ કરી પૂરી, દહીં અને મનગમતી મીઠાઈ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (2)