લાઈવ ઉંધીયું(live undhiyu recipe in gujarati)

Shobhana Meghani
Shobhana Meghani @cook_25907979
Rajkot

#સપ્ટેમ્બર

લાઈવ ઉંધીયું(live undhiyu recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સપ્ટેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3 નંગ- નાની બટેટી
  2. 3 નંગ- કાચા કેળા
  3. 4 નંગ- લીલા મરચાં
  4. 4 નંગ- નાના રીંગણા
  5. 50 ગ્રામ- સુરણ
  6. 2જુડી - પાલકની ભાજી
  7. 1જુડી - કોથમીર
  8. 2નાની જુડી - મેથીની ભાજી
  9. 50 ગ્રામ- આદુ
  10. 25 ગ્રામ- મરચી
  11. 100 ગ્રામ- લીલા વટાણા
  12. શાકભાજીનું સ્ટફિંગ
  13. સ્વાદ પ્રમાણે- મીઠું
  14. 1/2 ચમચી- ગરમ મસાલો
  15. 2 ચમચી- તલ
  16. 2 ચમચી- સીંગદાણાનો ભૂકો
  17. 1/2 ચમચી- આમચૂર પાઉડર
  18. 1/2 વાટકી- લીલા નાળિયેરનું છીણ
  19. અન્ય
  20. 1 કપ- ઘઉંનો લોટ
  21. 1 ચમચી- ચણાનો લોટ
  22. તેલ (મુઠીયા તળવા માટે, વઘાર માટે)
  23. 2 નંગ- સૂકા લાલ મરચાં

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મેથીના મુઠીયા બનાવવાની રીત :- ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરી તેમાં મીઠું, તલ, ગરમ મસાલો તથા તેલનું મોણ નાખી લોટ બાંધવો. તેના નાના મુઠીયા વાળી ગરમ તેલમાં તળી લેવા.

  2. 2

    લીલો મસાલો બનાવવા માટે :- લીલા નાળીયેરનું છીણ, લીલા વટાણા, પાલકની ભાજી, કોથમીર, આદુ, લીલી મરચી, સિંગદાણાનો ભૂકો, આમચૂર પાઉડર, મીઠું, બધું મિક્સ કરી અને મિક્સરમાં ક્રશ કરી અધકચરો મસાલો તૈયાર કરવો.

  3. 3

    બધા શાકભાજીને કાપા પાડી તેમાં ગ્રીન મસાલો ભરવો.

  4. 4

    કુકરમાં તેલ મૂકી તેમાં સૂકા મરચાં, હિંગ નાખી તેમાં ભરેલા શાકભાજીનો વઘાર કરી થોડી વાર ચઢવા દેવું. ત્યારબાદ તેમાં 2 કપ પાણી નાખી કુકર નું ઢાંકણું બંધ કરી ૨થી ૩ વિસલ વગાડવી.

  5. 5

    કુકર ઠંડુ થયા બાદ એક તપેલામાં શાકભાજી કાઢી અને તેમાં તળેલા મુઠીયા નાખી દસથી પંદર મિનિટ સીઝવા દેવું અને ઉપરથી વધેલો લીલો મસાલો છાટી હલાવવું.

  6. 6

    ઉંધિયાને સર્વિંગ બાઉલમાં લઈ કોથમારી, તલ અને લીલા નાળિયેરના છીણથી ગાર્નિશ કરી પૂરી, દહીં અને મનગમતી મીઠાઈ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shobhana Meghani
Shobhana Meghani @cook_25907979
પર
Rajkot

Similar Recipes