ઇડલી સંભાર(Idli Sambhar Recipe in Gujarati)

thakkarmansi @cook_26361539
ઇડલી સંભાર(Idli Sambhar Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તુવેરની દાળને ધોઈ અડધો કલાક રેસ્ટ આપો. હવે કુકરમાં તુવેરની દાળને મીઠું અને પાણી નાખી બાફવા મૂકો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ,મેથી,સૂકા લાલ મરચાં,લીલું મરચું,લીમડો,હિંગ નાખી મિક્સ કરો. પછી તેમાં કાંદા નાખી 2 થી 3 મિનિટ ચડવા દો.
- 3
હવે તેમાં ટામેટા નાખી 2 થી 3 મિનિટ ચડવા દો. પછી તેમાં દૂધી ના ટુકડા, ગાજર,બેંગન,સીંગ નાખી મિક્સ કરી દોઢ મિનિટ માટે ચઢવા દો.
- 4
હવે તેમાં મીઠુ,મરચું,સંભાર મસાલો, લીંબુનો રસ,અડધો કપ પાણી નાખી ઢાંકી ત્રણ થી ચાર મિનિટ માટે ચઢવા દો. હવે દાળને થોડું હાથથી હલાવી મિક્સ કરી થોડું પાણી નાખી આ શાકભાજીમાં ઉમેરો. સંભાર નો એક ઊભરો આવવા દો. બે થી ત્રણ વાર ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ધાણા નાખી ઈડલી,ઢોસા અને મેંદુ વડા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13810858





ટિપ્પણીઓ (2)