વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

Bansi Thaker @ThakersFoodJunction
વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને ૪-૫ કલાક પલાળી રાખી પછી દહીં નાખી પીસી લો.પછી એમાં મીઠું, હળદર, આદું મયચાં ની પેસ્ટ અને હીંગ નાંખી ૧-૨ કલાક માટે આથો આવા દો.
- 2
મિશ્રણ ને સરખું હલાવી લો. હવે ઢોકળીયા કૂકર માં પાણી નાંખી ઉકળવા દો અને ડીશ ને તેલ નડે ગ્રીસ કરી ગરમ થવા દો. હવે જ્યારે ડીશ ગરમ થાય ત્યારે જ ખાવા નો સોડા ઉમેરી સરખું ફીણી ડીશ માં પાથરો. ૧૫ મીનીટ એને થવા દો.ઠંડા પડે પછી ચાકા પાડો.
- 3
વઘાર માટે તેલ ગરમ થાય એટલે એમાં રાઇ, જીરૂ, હીંગ, લોમડો અને મરચાં નાંખી ખમણ પર પાથરો. લીલી ચટણી કે સોસ સાથે સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13844618











ટિપ્પણીઓ