વોટરમેલન મોઇતો (Watermelon mojito Recipe in Gujarati)

ગરમીની સિઝનમાં ઠંડુ પીણુ પીવાની ખુબ ઈચ્છા થતી હોય છે. તેમાં પણ ફ્રુટના જ્યૂસ પીવાની તો કંઈક અલગ જ મજા આવે છે.
ફ્રુટ જ્યુસ પણ નહીં અને શરબત પણ નહીં તેવી એક રેસીપી મોઇતો મે આજે બનાવ્યો છે. વોટરમેલન, ફુદીનો, લીંબુનો રસ, મીઠું, મરી અને ઠંડો ઠંડો બરફ ઉમેરીને એક ટેસ્ટી ડ્રિંક તૈયાર થાય છે. તો ચાલો વોટરમેલન મોઇતો બનાવીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
તરબૂચના બી કાઢીને તેના નાના ટુકડા કરી તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે.
- 2
ફૂદીના ના પાન વીણી તેને ચોખ્ખા પાણીથી ધોઇને તેને પણ મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. તેની સાથે તેમાં લીંબુનો રસ, મીઠું અને મરી પાઉડર પણ ઉમેરી દેવાનો છે.
- 3
હવે તેમાં ક્રશ કરેલા તરબૂચના જ્યૂસના ને પણ ઉમેરી દેવાનો છે અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 4
ચર્ન કરેલો બરફ આ મોઇતો મા ઉમેરી તેને ઠંડો ઠંડો સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)