ડ્રેગન પોટેટો 🥔(Dragon potato recipe in gujarati)

Ishwari Mankad @cook_27233233
ડ્રેગન પોટેટો 🥔(Dragon potato recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાની છોલ ઊતારી લો. ત્યારબાદ લાંબા સુધારી લો. ધોઈને એક તપેલીમાં પાણી લઈને ઉકાળો. તેમાં બટેટા નાખો.થોડુ મીઠું નાખો. થોડા જ ઉકાળો.પોચા થાય એટલે નિતારિ લો. પછી એક કાપડમાં પાથરી દો. પછી કોર્નફ્લોર અને ચોખાનો લોટ એના પર છાંટો. એક કઢાઇમાં તેલ લઈ ને બટેટા ની ચિપ્સ ને તળો. પછી ઠંડી થવા દો.
- 2
ત્યારબાદ આદુ લસણની પેસ્ટ કરો.ને લીલી ડુંગળી ને કેપ્સિકમ ને ઝીણા સમારો.એક કડાઇ લઇ તેમાં તેલ લો. એમાં કેપ્સિકમ, લીલી ડુંગળી નાખી સાંતળો. પછી આદુ લસણ ની પેસ્ટ નાખો.પછી ગ્રીન ચિલી સોસ, રેડ ચિલી સોસ,સોય સોસ નાખીને હલાવો.
- 3
બટેટાની ચિપ્સ તેમાં નાખો ને હલાવો. પછી એક વાટકીમાં કોર્ન ફ્લોર લઈ પાણી માં પલાળો.પછી તેમાં નાખો ને હલાવો.એટલે થોડુ ઘટ્ટ થશે. પછી ગેસ બંધ કરી ને પ્લેટમાં મુકી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14081194



ટિપ્પણીઓ