ગુજરાતી થાળી(Gujarati thali recipe in gujarati)

Dipti Dave @cook_26305419
ગુજરાતી થાળી(Gujarati thali recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટમાં તેલ નું મોણ નાખી રોટલીનો લોટ બાંધી રોટલી વણી ને શેકી રોટલી તૈયાર કરવી.
- 2
મગ ની દાળ ને ધોઈ પેન માં તેલ, રાઇ,જીરૂ, લીલા મરચા નો વઘાર કરવો તેમાં હિંગ ને હળદર નાખી દાળ મિક્સ કરી પાણી ઉમેરવું ને દાળ ચડાવવી.
- 3
ફ્લાવર, ગાજર, બટાકા ને ૩મિનિટ ઉકળતા પાણીમા બાફી તેમાં કેપ્સીકમ અને રીંગણ ૧ મિનિટ બાફવા.
- 4
પેન માં તેલ લઈ તેમાં ઝીણા સમારેલી ડુંગળી અને ટામેટું સાંતળવુ. તેમાં પાવભાજી મસાલો, હળદર, લસણ ની પેસ્ટ, સાંતલવી ને બાફેલા શાક મિક્સ કરી ઝીણા સમારેલા ધાણા ભભરાવવા.
- 5
કઢી માટે તપેલીમાં છાસ માં મીઠું, ખાંડ, ચણા નો લોટ, આદુ મરચાં ની પેસ્ટ મિક્સ કરવા વાઘરીયા માં ઘી લઈ તેમાં તજ,લવિંગ,હિંગ, જીરૂ, લીમડાના પાન નો વઘાર કરી છાશ માં મિશ કરવા ને ઉકાળવી.
- 6
ગરમાગરમ શાક,કઢી, રોટલી, ભાત, લીલી હળદર, પાપડ સાથે સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14090966
















ટિપ્પણીઓ (6)