વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)

વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)
બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋
રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે
વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)
વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)
બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋
રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રેડ સોસ બનાવવા માટે ટામેટા ને એક વાસણમાં પાણી નાખી ઉકાળવું ૧૦ મિનિટ માં ટામેટા ની છાલ જાતે જ નીકળી જશે
- 2
ટામેટા ની છાલ કાઠી લો તેને ઠંડી થવા દો. બંને સોસ ની સામગ્રી નીચે આપેલ છે
- 3
વ્હાઈટ સોસ બનાવવા માટે નોનસ્ટિક પેનમાં બટર નાંખીને ગરમ કરો અને તેમાં મેંદો નાખી દો અને ૩ મિનિટ સેકી લો પછી તેમાં દૂધ ઉમેરો અને બરાબર હલાવે રાખો અને ૫ મિનિટ સુધી બરાબર હલાવે રાખી તેમાં મીઠું, ઓરીગેનો ઉમેરો બઘું એકરસ થઈ જાય એટલે વ્હાઈટ સોસ રેડી.
- 4
હવે ટામેટા ને મીક્ષરમાં ગ્રેવી કરી લો અને એક વાસણમાં તેલ નાંખવું ૩ ચમચી અને લસણ કચરેલ નાંખો થોડું સેકાઇ જાય પછી તેમાં ડુંગળી ટામેટાં મીઠું સ્વાદાનુસાર ચીલી ફ્લેક્સ ખાંડ નાખી મિક્સ કરો અને ૧ કપ પાણી નાંખી દો અને વાસણ ને ઢાંકી દો
- 5
હવે તેલ છૂટું પડે એટલે તેને હલાવી લો તૈયાર છે રેડ સોસ
- 6
હવે વેજીટેબલ મીક્સ તૈયાર કરવા માટે એક વાસણમાં તેલ મૂકી તેમાં લસણ નાખી દો અને મકાઇના દાણા કેપ્સીકમ ડુંગળી ટામેટાં ઝીણાં સમારેલાં પનીર ના પીસ નાના રાખવા
- 7
હવે તેમાં મીઠું સ્વાદાનુસાર ઓરીગેનો અને ચીલી ફ્લેક્સ નાખી હલાવી લો અને થોડી વાર માટે સેકાઇ જાય પછી ગેસ બંધ કરીશું
- 8
હવે બ્રેડ ૮ સ્લાઇડ્સ લો તેને કીનારા કટ કરી લો અને બઘી જ બ્રેડ ને વેલણથી વણી લો એક દમ પાતળી બ્રેડ થઈ જશે
- 9
હવે આપણે ગેસ પર મોટી કડાઈમાં મીઠું ૨ વાટકી જેટલું નાંખી તેની ઉપર કાંઠો મૂકી દો
- 10
હવે કાચ નું વાસણ કે કેક નું વાસણ પણ લઇ શકો તેમાં સૌ પ્રથમ રેડ સોસ અને પછી વ્હાઈટ સોસ સ્પ્રેડ કરો અને બ્રેડ ને ગોઠવો નીચે આપેલ છે તે રીતે
- 11
હવે બ્રેડ ઉપર રેડ સોસ અને વ્હાઈટ સોસ સ્પ્રેડ કરો અને વેજીટેબલ મીક્સ જે હતું તે સ્પ્રેડ કરો
- 12
હવે તેની ઉપર છીણેલું ચીઝ સ્પ્રેડ કરો પછી બ્રેડ ને રેડ વ્હાઈટ સોસ સ્પ્રેડ કરો ફરી થી ચીઝ સ્પ્રેડ કરો અને ઉપર થોડાં વેજીસ થી સજાવો
- 13
હવે આ વાસણ ને કડાઈમાં કાંઠા પર મૂકી દો અને વ્યવસ્થિત ઢાંકી દો અને ૨૦ મિનિટ સુધી ઘીમા ગેસે થવાદો
- 14
હવે ગેસ બંધ કરીશું તો તૈયાર છે મસ્ત વેજ લઝાનીયા
Similar Recipes
More Recipes
- માટલા ઊંધિયું (Matla Undhiyu Recipe In Gujarati)
- મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
- ટોપરાની ચીકકી (Coconut Chikki Recipe In Gujarati)
- મરચા ગાજર મૂળા નું અથાણું (Marcha Gajar Mooli Athanu Recipe In Gujarati)
- બેકડ મેથી બાસ્કેટ પૂરી ચાટ (Baked Mathi Basket Puri Chaat Recipe In Gujarati)






































ટિપ્પણીઓ (37)