આમળાનો જામ (Amla Jam Recipe In Gujarati)

જામ છોકરાઓ ને બહુજ ભાવે છે.તો આપડે એ ઘરે જ બનાવીએ તો એમાં કોઈ બહારના પ્રિસર્વેટીવ કે કલર કઈ પણ વગર એકદમ હેલ્થી બનાવી શકાય છે.અને ટેસ્ટ તો બેસ્ટ જ હોય છે ઘરે બનાવેલી વસ્તુ નો.તો શિયાળા માં આમળા સરસ મળે છે અને એનો જામ પણ સરસ બનેજ છે.અને છોકરાઓ e બહાને આમળા પણ ખાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આમળા ને પાણી મા ડૂબે ઍવી રીતે બાફી લો.10-12મિનિટ જેટલો સમય લાગે છે.પછી તેને હાથેથી દબાય એટલા સોફ્ટ થાય એવી રીતે થાય એટલે નીકળી લો.
- 2
હવે ઠંડા થાય પછી તેને ઠડિયા નીકળી મિક્સર માં પીસી લો. પછી એક પેન લો એમાં આમળા નો પલ્પ અને ખાંડ ઉમેરો અને ગેસ ચાલુ કરી ખાંડ એકદમ ઓગળે અને બળી જાય અને પછી જામ જેવી કંસિસ્તન્સી આવે એવું ઘટ થાય પછી એમાં ઇલાયચી અને તજ નો પાઉડર ઉમેરો.
- 3
મિશ્રણ ઠંડુ થાય પછી એને કાચ ની બોટલ માં ભરી ફ્રીઝ માં રાખી દો.આ જામ 6 મહિના સુધી સાચવી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)