મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Nita Prajesh Suthar @Nita_2312
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાજીને ઝીણી સમારીને તેને ધોઈ લો.
- 2
પછી એક કઢાઈમાં એક ચમચી તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મેથીની ભાજી નાખો અને ખાંડ નાખી બરાબર હલાવી ૩ થી ૪ મિનિટ સુધી રહેવા દો ખાંડનું પાણી થોડું ભળી જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે એક કથરોટમાં ઘઉંનો લોટ લો તેમ લાલ મરચું પાઉડર, હળદર, મીઠું, અજમો, હિંગ, આદુ-મરચા-લસણની પેસ્ટ, દહીં, લીલા ધાણા, મોણ માટેનું તેલ, અને સાંતળેલી મેથીની ભાજી ઉમેરી જરૂર પુરતું પાણી ઉમેરી લોટ બાંધી લો. લોટની અડધો કલાક રેસ્ટ આપો.
- 4
હવે લોટમાંથી લુઆ બનાવીને વણી લો. ગેસ પર તવાને ગરમ કરી ગરમ થાય એટલે થેપલા ની શેકી લો હવે તેને એક સાઈડ થોડું શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવો બીજી બાજુ શેકાયા પછી એક ચમચી તેલ મૂકી ને તળી લો.
- 5
તો તૈયાર છે મેથીના થેપલા. મેં અહીં મોળું દહીં, ગળ્યું અથાણું, લસણની ચટણી, અને મરચાં જોડે સર્વ કર્યા છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14462771













ટિપ્પણીઓ (18)