કૂકીઝ (Cookies Recipe In Gujarati)

💕Happy Valentine’s Day!💕
મેં પહેલી વાર આ કૂકી બનાવ્યા છે, અને એને અલગ અલગ રીતે ડેકોર કર્યાં છે. સુગર કૂકી પોપ્સ અને જેલી વાળા પણ બનાવ્યાં. બધા બહુ જ સરસ બન્યા છે. આ કૂકી ને ડેકોર કરવા માં મને ખુબ જ મઝા આવી.
આ કૂકી એકલાં પણ ચા કે કોફી જોડે બહુ જ સરસ લાગે છે. અલગ અલગ આઈસીંગ સ્પ્રિંકલ્સ લગાવેલાં તો બધા ને ખુબ જ ભાવે છે. જેલી વાળા મારા એકદમ ફેવરેટ બની ગયાં અને સુગર કૂકી પોપ્સ મારી પુત્રી નાં. મારા પતિ ને તો આ એકલાં જ કસું લગાવ્યા વગરનાં પ્લેઈન પણ ખુબ ભાવ્યા. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કેવાં લાગ્યાં!!
કૂકીઝ (Cookies Recipe In Gujarati)
💕Happy Valentine’s Day!💕
મેં પહેલી વાર આ કૂકી બનાવ્યા છે, અને એને અલગ અલગ રીતે ડેકોર કર્યાં છે. સુગર કૂકી પોપ્સ અને જેલી વાળા પણ બનાવ્યાં. બધા બહુ જ સરસ બન્યા છે. આ કૂકી ને ડેકોર કરવા માં મને ખુબ જ મઝા આવી.
આ કૂકી એકલાં પણ ચા કે કોફી જોડે બહુ જ સરસ લાગે છે. અલગ અલગ આઈસીંગ સ્પ્રિંકલ્સ લગાવેલાં તો બધા ને ખુબ જ ભાવે છે. જેલી વાળા મારા એકદમ ફેવરેટ બની ગયાં અને સુગર કૂકી પોપ્સ મારી પુત્રી નાં. મારા પતિ ને તો આ એકલાં જ કસું લગાવ્યા વગરનાં પ્લેઈન પણ ખુબ ભાવ્યા. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કેવાં લાગ્યાં!!
રાંધવાની સૂચનાઓ
- 1
બટર ને બીટર ની મદદ થી બીટ કરી એકદમ કી્મી કરી દો. હવે, તેમાં ખાંડ, વેનીલા એસેન્સ ઉમેરો બીટર થી અને સરસ રીતે મીક્ષ કરો. હવે તેમાં ચાળેલો મેંદાનો લોટ, બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા, બદામ નો ભુકો ઉમેરી સરસ રીતે મીક્ષ કરો. બદામ નો એકદમ ઝીણો કરેલો ભુકા થી આ કુકીઝ નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. બદામ નો ભુકો ઓપ્સન્લ છે. તમારે ના ઉમેરવો હોય તો પણ કુકીઝ સરસ જ બંને છે. હવે તેમાં ૧-૧ ચમચી દૂધ ઉમેરી એકદમ સરસ સ્મુધ લોટ બાંધો. દૂધ એક સાથે ના એડ કરવું, લોટ બહુ ઢીલો ના થઈ જવો જોઈએ.
- 2
લોટ બંધાઈ જાય એટલે ઢાંકી ને ૧૦-૧૫ મીનીટ લોટ ને રેસ્ટ આપવો. મેં લોટ ને ૧૫ મીનીટ રેફ્રિજરેટર જરા પણ ખુલ્લો માં રહે અ રીતે ઢાંકી ને રાખ્યોહતો. આવું કરવા થી આ (ખાંડ)ખાંડ કૂકી બહુ જ સરસ થાય છે. પછી, બહાર કાઢી સરસ મસળી એમાંથી મોટા મોટા લુવા કરી લેવાં. કીચન કાઉન્ટર પર જરા ઘી વાળો હાથ ફેરવી ઉપર મોટું વેક્સ પેપર પાથરી લો. ઘી માં લીધે વેક્સ પેપર ચોંટી જસે. હવે, એક મોટો લુવો લો. વેક્ષ પેપર ઉપર લોટ નો લુવો મુકો, ઉપર બીજું વેક્ષ પેપર કે પ્લાસ્ટિક મુકી લુવા ને વણી લો.
- 3
વણેલા રોટલા ને બહુ જાડા નથી રાખવાનાં અને એકદમ રોટલી જેટલા પતલાં પણ નહિ.(૧/૪ ઈંચ જાડા કે જરા ઓછા જાડા વણવા)બહુ જાડા નહિ બહુ પતલાં નહિ એવો રાખી મોટા રોટલા વણી લો, એને ગમતાં સેઈપ માં કટ કરો. મેં જુદાજુદા હાટઁ સેઈપ માં કટ કર્યાં છે. બીજા રોટલા ને મેં હાટઁ સેઈપ માં કટ કરયાં છે અને કટ કરેલાં હાટઁ માં મેં સ્ટીક લગાવી છે. તમે ત્રીજા ફોટા માં જોઈ સકો છો. મેં સ્ટીક કેવી રીતે ચોંટાડી છે. જેનાં આપડે કુકી પોપ બનાવસું.
- 4
બીજા લુવા ને મોટો વણી ને હાટઁ સેપ નાં કટર છૂટક કર્યાં છે. બીજા મોટા હાટઁ સેઈપમા કટ કરેલાં ની અંન્દર થી બીજા એકદમ નાનાં હાટઁસેઈપ માં કટ કરી લો. નીચે ફોટા માં બતાવ્યા છે, તે મુજબ. આ માં થી આપડે જેલી ભરેલા ખાંડ કુકી બનાવસું. એક રોટલો વણી કટ કરી ઓવન માં વારા ફરતી બધાકુકી બેક કરવા નાં છે.
- 5
ઓવનમાં 180 °C પર બધી અલગ અલગ બેંચ ને ૮-૧૦ મીનીટ માટે સરસ ગુલાબી બેક કરો. એક જ બાજુ કરવા નાં છે. બીજી બાજુ ફેરવાની જરુર નહિ પડે. બધાં ઓવન અલગ હોય છે, એટલે બેક થવા નો ટાઈમ પણ અલગ લાગે છે. સરસ ગુલાબી થાય ત્યાં સુધી બેક કરવા નાં છે. જોતા રહેવું જેથી બળી ના જાય. ઓવન માં થી કાઢી રેક પર ઠંડા પડવા દો. આ રીતે બધા લેટ માંથી કુકી બનાવી લો. આ કૂકીઝ એકલાં કસું લગાવ્યા વગર પણ બહુ જ સરસ લાગે છે.
- 6
સૌથી પહેલાં આપડે કૂકી પોપ્સ બનાવસું. પહેલાં આપડે જે ખાંડ (ખાંડ)કુકીઝ જેમાં સ્ટીક ચોંટાડી ને બેક કર્યાં હતા તે બધા લઈશું. થોડા ચોકલેટ આઈસીંગ ને એક બાઉલ માં કાઢી માઇક્રોવેવે માં થોડું ગરમ કરશુ એટલે એ થોડું પીગળે અને કુકી પર પતલું લેયર લાગી સકે. હવે એ ચોકલેટ આઈસીંગ માં સ્ટીક વાળું કુકી બોળી ચારે બાજુ ચોકલેટ આઈસીંગ થી એક પતલું કોટ કરી દો, જરા આડું કરી વધારાનું આઈસીંગ નીકળી જવા દો. હવે એનાં પર ગમતાં સ્પ્રિંકલ્સ લગાવી દો. આઈસીંગ ભીનું હસે એટલે સરસ ચોંટી જસે. હવે અને વેક્ષ પેપર પર મુકી સરસ સુકાવા દો.
- 7
હવે, આપડે જેલી વાળા કુકી બનાવસું. આપડે જે હાટઁ સેઈપ નાં કુકી અને બીજાં હાટઁ સેઈપ નાંવચ્ચે થી હોલ વાળી કુકી બનાવ્યાં હતાં તે નો યુઝ કરી જેલી વાળાસુગર કુકી બનાવસું. સૌથી પહેલાં એક હાટઁ સેઈપ નું કુકી લો. એનાં વર એકદમ જરા વ્હાઈટ આઈસીંગ લગાવો અને ઉપર બીજું બેલ વાડું કુકી મુકી ને હલકા હાથથી દબાવો. કુકી સરસ ચોંટી જસે. ફોટા માં બતાવ્યું છે, તે મુજબ. હવે, તેમાં ચમચી થી જેલી ભરો. મેં એક કુકી માં એક ચમચી જેલી ભરી છે.
- 8
જેલી ને ચમચી થી સરખી સ્પે્ડ કરી લો. આ રીતે બધાં કુકી કરી લો. મેં ૬ જેટલી કૂકી બનાવ્યાં છે. આ પણ મેં પહેલી વાર જ બનાવ્યાં છે. બહુ જ સરસ થયા છે.
- 9
હવે, આપડે કૂકી ને આઈસીંગ કરીશું. તમે એના પર બધી બાજુ ગમતી ફ્લેવર નું આઈસીંગ લગાવી સકો છો. મેં એકદમ થીક આઈસીંગ ને એક પ્લાસ્ટિક ની બેગ માં થોડું ભરી નીચે એકદમ ઝીણું હોલ કરી આ રીતે ડિઝાઈન કરી છે.
- 10
ડિઝાઈન કરી ગમતાં સ્પ્રિંકલ્સ લગાવી લો. થોડા કૂકી ને મેં ચોકલેટ આઈસીંગ માં જે રીતે કૂકી પોપ્સ બનાવતી વખતે બોળી્યા હતા અ રીતે પણ કરાયાં અને ઉપર સ્પ્રિંકલ્સ લગાવ્યાં છે. આ કૂકી બનાવવા માં ખુબ જ મઝા આવી, અને અલગ અલગ સરસ કૂકી બન્યાં.
- 11
- 12
Keywords
Similar Recipes
More Recipes





































ટિપ્પણીઓ (33)