મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 વાડકીપલાળેલી મોગર દાળ
  2. 1 વાડકીપલાળેલી ફોતરાવાળી દાળ
  3. 1આદુનો ટુકડો
  4. 2 નંગલીલા મરચા
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 નંગજીણી સમારેલી ડુંગળી
  7. 1/2 વાડકીજીણા સમારેલા લાલ પીળા લીલા કેપ્સિકમ
  8. 4-5 નંગબ્લેક ઓલીવ
  9. 3 ચમચીબાફેલી મકાઈના દાણા
  10. 4 ચમચીપનીર
  11. જરૂર મુજબ લીલા ધાણા
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 1 ચમચીમરી પાઉડર
  14. 2 ચમચીબટર
  15. 2 ચમચીઝીણું સમારેલું લસણ
  16. 3 ચમચીટોમેટો કેચપ
  17. 2 ચમચીસેઝવાન સોસ
  18. 3 ચમચીમેયોનીઝ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બંને પલાળેલી દાળને, આદુ મરચાં નાખીને બરાબર પીસી લો. પછી તેમાં થોડા લીલા ધાણા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ખીરૂ તૈયાર કરો.

  2. 2

    હવે એક પેનમાં બટર લઈ તેમાં ઝીણું સમારેલું લસણ સાંતળો. પછી તેમાં બધા જ વેજિટેબલ્સ ઉમેરીને સાંતળી લો. પછી તેમાં મરી પાઉડર સેઝવાન સોસ અને ટોમેટો કેચપ અને થોડુંક સાંતળી લો.

  3. 3

    પછી ગેસ બંધ કરીને તેમાં પનીર મેયોનીઝ અને મીઠુ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    હવે ગરમ તવા ઉપર ચીલા ઉતારી તેના ઉપર બનાવેલા વેજિટેબલ્સ નું સ્ટફિંગ મૂકી તેના રોલ વાળી લો અને ગરમાગરમ ચિલ્લાને કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર

Similar Recipes