બ્રેડ પીઝા વિથ ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Bread Pizza With Instant Pizza Sauce Recipe In Gujarati)

Sweety Lalani @cook_21664402
બ્રેડ પીઝા વિથ ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Bread Pizza With Instant Pizza Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ટામેટાં અને કેપ્સીકમ સુધારવા.
- 2
ત્યારબાદ ઇન્સ્ટન્ટ પીઝા સોસ બનાવો.જેમાં એક વાટકામાં ચાર ચમચી ટોમેટો સોસ, એક ચમચી સોયા સોસ તેમજ ચપટી મિક્સ હર્બ અને ચીલી ફ્લેક્સ નાખી હલાવી લેવુ.
- 3
હવે બ્રેડની સ્લાઈસને એક બાજુ બટર થી શેકી લેવી
- 4
પછી શેકેલા ભાગ પર તૈયાર કરેલ સોસ પાથરી તેના પર ટામેટાં,કેપ્સીકમ અને ડુંગળી પાથરી પછી ચીઝ ખમણવું અને તેના પર ચીલી ફ્લેક્સ અને મીકસ હર્બ છાંટી બધી બ્રેડ આ રીતે તૈયાર કરો.
- 5
પછી લોઢી પર બટર લગાડી તૈયાર કરેલ બ્રેડ ઉમેરી ઢાંકણું ઢાંકી બે મિનિટ માટે ધીમા તાપે રહેવા દેવું અને બધી બ્રેડ માટે આ રીતે કરી લેવું.
- 6
પછી તેને લોઢી પરથી ઉતારી વચ્ચેથી પીસ કરી સર્વ કરવા તૈયાર છે બ્રેડ પીઝા વિથ ઇન્સ્ટન્ટ પીઝા સોસ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588492


















ટિપ્પણીઓ (2)