દૂધી નો હલવો(Dudhi Halwa Recipe In Gujarati)

💕Happy International Women’s Day! 💕
કુકપેડ ની બધી જ Women મારી માટે એકદમ સુપર વુમન અને પ્રેરણાદાયક છે. નવી વાનગી બનાવવી, ફોટા પાડવા, માપ સાથે રેસિપી લખી શેર કરવી એ બધું જોઈએ એટલું સહેલું નથી. અહીં બધા જ અવનવી રેસિપી રોજબરોજ ખુબ જ સરસ રીતે મુકી ને શેર કરે છે. કુકપેડ જેવા માધ્યમ થી મને છેલ્લા ૯ મહિનામાં ઘણું બધું શીખવા મળ્યું છે. રોજ નવી રેસિપી તો શીખવા મળી જ એની જોડે કેવી રીતે એને સજાવવું, સરસ ફોટા પાડવા એ પણ અહીં બહુ સરસ રીતે શીખવા મળે છે.
કુકીંગ નો મને હું નાની હતી ત્યારે થી જ બહુ જ શોખ છે. અવનવી વાનગી બનાવવાનું મને ખુબ જ ગમે છે. મારી Mom કુકીંગ બહુ જ સરસ કરે; બધું જ બહુ સરસ બનાવે. હું એમની જોડે થી બહુ બધુ બનાવતા શીખી છું.
કરોના ના લોકડાઉન ના સમય June માં મેં કુકપેડ જોઈન કર્યું. એ પછી તો ઘણી બધી નવી વાનગી બનાવી. વાનગી ને સજાવી ને ફુડ ફોટોગા્ફી કરવાની પણ ખુબ જ મઝા આવે છે. રેસિપી લખવાની પણ એક અલગ જ મઝા છે. હું Cookpad પર ઘણા બધા ને ફોલો કરું છું. બધા જ મારા ફેવરેટ છે. આ બધા માં વૈભવી બેન મારા એકદમ ફેવરેટ છે. એમની બધી રેસિપી ખુબ જ સરસ હોય છે. એકદમ સરસ પૂરી ડિટેલ માં સમજાવી ને રેસિપી લખી હોય અને એવું તો સરસ ડેકોર કરી ને ફોટા પાડી ને મુકે કે ફોટા જોઈને જ મોં મા પાણી આવી જાય.
આજે મેં એમના દૂધી ના હલવા ની રેસિપી માં મારી રીતે થોડો ફેરફાર કરીને ને એકદમ સ્વાદિષ્ટ દૂધી નો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ બન્યો છે. તમારો આ રેસિપી માટે ખુબ આભાર. તમે આ જ રીતે સરસ રેસિપી બનાવી એકદમ જોરદાર ડેડેકોર કરી અમેઝીંગ ફોટા પાડી ને મુકતાં રહો અને અમને અવનવું શિખવાડતા રહો.
Thank You so much Vaibhavi Boghawala 🙏

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દૂધી ને ધોઈ ને એની છાલ કાઢી છીણી થી છીણી લો. બહુ ઝીણું ઝીણ ના કરસો. હવે, કુકરનાં ડબ્બામાં દૂધી ઉમેરી જોડે દૂધ ઉમેરો. ઢાંકી ને કુકરમાં નીચે પાણી મુકી ઉપર ડબ્બો મુકી ૩ સીટી મારી લો. આવું કરવાથી દૂધી જલદી ચડી જસે અને હલવો બહુ જ જલદી બની જસે.
- 2
હવે, કુકર જરા ઠંડુ પડેએટલેઅક મોટા પેન માં ૪ ચમચી ઘી લો. જરા ગરમ થાય એટલે બાફેલી દૂધી અને જોડેનું બધું દૂધ એમાં ઉમેરો. સરસ મીક્ષ કરો. ૧-૨ મીનીટ ચડવા દો. આંગળી થી જરા દૂધી લઈ ચેક કરી જોવો કે સરસ ચડી છે કે નહિ. હવે, એમાં ખાંડ અને દૂધ નો પાઉડર ઉમેરો. સતત હલાવતાં રહો, એટલે દૂધ માં પાઉડર નાં ગટ્ટા ના પડે. બધું સરસ હલાવી મીક્ષ કરી લો.
- 3
૫-૬ મીનીટ માં એકદમ સરસ થીક થઈ જસે. હવે એમાં લીલો ફુડ કલર ઉમેરો. એનાંથી હલવા નો કલર બહુ જ સરસ આવસે. કલર મીક્ષ કરી લો. હવે એમાં પિસ્તા ની કતરણ, ઇલાયચી પાઉડર અને ગુલાબજળ ઉમેરો. બાકી નું ૪ ચમચી ઘી પણ હવે ઉમેરી લો. બધું સરસ રીતે મીક્ષ કરી હલાવતા રહો. હવે, ૧૦ મીનીટ માં હલવા માં થી ઘી છુટ્ટું પડવા લાગસે, આ સમય પર ગેસ બંધ કરી લો. તમારો હલવો તૈયાર છે. જો એનાં ચકતાં કરવાં હોય કો, ઘી થી ગી્સ કરેલી પ્લેટ માં પાથરી સરખો કરી લો. ઉપર પિસ્તા ની કતરણ પાથરો. ઉપર વરખ લગાવો.
- 4
મેં એને મોલ્ડ માં મુકી નાનાં ડિઝાઈન વાળી પીસ કર્યાં છે, ઉપર એકદમ જરા વરખ મુકી છે. પિસ્તા અને કેસર ની કતરણ ભભરાવી છે, અને આજુબાજુ ગુલાબ ની પાંદડી થી સજાવી છે.
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ એવો દૂધી નો હલવો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (20)