કાકડી ના બ્રેડ ટોસ્ટ (Kakdi Bread Toast Recipe In Gujarati)

કાકડી ના બ્રેડ ટોસ્ટ (Kakdi Bread Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની સ્લાઈસ ને ગોળ વાટકી થી ગોળ શેપ માં કાપી લેવું,તેની સાઇડ ની કિનારી માંથી બ્રેડ ક્રમ્બસ બનાવી લેવું,લીલા મરચા,ડુંગળી બારીક સમારી લેવા,અહી મે ડુંગળી લીલી લીધી છે,સૂકી ડુંગળી પણ લઈ શકાય,કાકડી ને ધોઈને છીણી લેવી,પનીર પણ છીણી લેવું,બટાકા ને બાફી ને મેશ કરી લેવું,
- 2
હવે એક પેન પર તેલ લગાવી ને ગેસ પર ગરમ કરવું,અને તેમાં ગોળ કાપેલી બ્રેડ ને ટોસ્ટ થાય ત્યાં સુધી શેકી લેવી
- 3
હવે એક કડાઈમાં તેલ નાખી ગેસ પર રાખી તેમાં બારીક સમારેલું લસણ, ડુંગળી નાખી સોતે કરવું,હવે તેમાં છીણેલી કાકડી નાખવી,સમારેલા લીલા મારચા નાખવા અને ૧ મિનિટ માટે સોતે કરવું,તેમાં મીઠું નાખવું,તેનાથી મોઈશ્ચર આવશે,હવે મરી પાઉડર નાખવું,ફરી સોતે કરી તેમાં ૨ ટેબલસ્પૂન મેંદો નાખવો,મેંદો નાખી ને થોડી વાર શેકવું નહિ તો કાચું રહી જશે,
- 4
હવે બાઉલ માં કાઢી લેવું,તેમાં છીણેલું પનીર,મેશ કરેલું બટાકુ નાખવું અને બ્રેડ ક્રમ્બસ નાખી મિક્સ કરવું,હવે આ મિશ્રણ ને શેકેલી બ્રેડ પર પાથરી તેની પર મેંદો છાંટી ને એક પેન માં તેલ નાખવું ને શેકી લેવું,
- 5
હવે એક પ્લેટ માં કાઢી તેની વચ્ચે ટોમેટો સોસ અને લીલા ધાણા થી ગાર્નિશ કરી,ટોમેટો સોસ અને કાકડી ની સ્લાઈસ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (6)