લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati)

#KS5
પીળી અને પાતળી છાલ વાળા લીંબુ નું અથાણું સરસ બને છે .આ અથાણું ફ્રીજ માં ૫_૬ મહિના રહી શકે છે,તેથી લાંબો સમય સાચવવા તેને ફ્રીજ માં જ રાખવું,બહુ જ સરસ બન્યું છે આ અથાણું તમે પણ બનાવી જોજો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીંબુ ને પાણી થી ધોઈ કપડાં થી કોરા કરી લેવા,હવે એક લીંબુ ના ચાર ટુકડા કરી ને બધા લીંબુ કાપી લેવા,
- 2
હવે કાપેલા લીંબુ ને એક વાસણ માં લઇ ગેસ પર મિડીયમ તાપે ૧૦ મિનિટ થવા દેવા,થોડા સોફ્ટ થઈ જશે, તેને કાણ વાળા જારા થી કાઢી ને એક કપડાં પર ૫_૭ મિનિટ સૂકવવા દેવા,
- 3
હવે એક બાઉલ માં લીંબુ નાખી તેની ઉપર હળદર પાઉડર,મીઠું નાખો,પછી પીસેલી ખાંડ નાખો અને લાલ મરચું પાઉડર નખી મિક્સ કરી લો,
- 4
ખાંડ હોવાથી સરસ મિક્સ થઈ જશે,૫ મિનિટ ઢાંકી રાખો,પછી એક વઘારિયમાં તેલ નાખી ગેસ પર ગરમ કરી તેમાં હિંગ નાખો,તેને ઠારવા દેવું,પછી તેને લીંબુ માં નાખી મિક્સ કરો, હવે તેને ઠરવા દો,
- 5
ઠંડું થઈ જાય એટલે તેને કાચની બરણી માં ભરી ફ્રીજ માં રાખવું.
Keywords
Similar Recipes
More Recipes
- ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
- રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
- આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
- હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati)
- પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)

ટિપ્પણીઓ (4)