રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)

#CT
#Coopadgujrati
#CookpadIndia
રંગીલું રાજકોટ ના ધર્મેન્દ્ર રોડ પર બાલાજી ની મસાલા સેન્ડવીચ ખૂબ જ ફેમસ છે. રાજકોટ ના લોકો જો ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા જાય અને બાલાજી ની સેન્ડવીચ ના ખાય તેવું ના બને. એ પછી કોઈ પણ તહેવાર ની ખરીદી કરવા નીકળ્યા હોય કે રૂટીન બાલાજી ની સેન્ડવીચ ખાય જ. હવે તો મસાલા સેન્ડવીચ સિવાય પણ ઘણી સેન્ડવીચ બનાવે છે. પણ ત્યાંની મસાલા સેન્ડવીચ ફેમસ છે. અને મસાલા સેન્ડવીચ નો ટેસ્ટ તો હજુ એજ છે. તમે એક વાર ખાસો તો વારંવાર ખાવાનું મન થાય. બાલાજી વેફર ના માલિક ચંદુભાઇ વિરાણી ની શરૂઆત મસાલા સેન્ડવીચ થી થઈ છે. તેઓ રાજકોટ ની એસ્ટ્રોન ટોકીઝ ની કેન્ટીન મા મસાલા સેન્ડવીચ વેચતા એટલી ટેસ્ટી બનાવતા કે લોકો ફિલ્મ જોવા આવતા તો ઈન્ટરવેલ પડે તે પહેલાં 10 મિનિટ અગાઉ લોકો ની લાઈન લાગી જતી. લોકો ખાસ કરીને ચંદુભાઇ ની મસાલા સેન્ડવીચ ખાવા માટે એસ્ટ્રોન ટોકીઝ મા ફિલ્મ જોવા માટે જતા. અત્યારે પણ હજુ એના ટેસ્ટ મા કાંઈપણ ફેર નથી પડ્યો. મેં પણ એજ મસાલા સેન્ડવીચ બનાવી છે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.......
રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
#CT
#Coopadgujrati
#CookpadIndia
રંગીલું રાજકોટ ના ધર્મેન્દ્ર રોડ પર બાલાજી ની મસાલા સેન્ડવીચ ખૂબ જ ફેમસ છે. રાજકોટ ના લોકો જો ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા જાય અને બાલાજી ની સેન્ડવીચ ના ખાય તેવું ના બને. એ પછી કોઈ પણ તહેવાર ની ખરીદી કરવા નીકળ્યા હોય કે રૂટીન બાલાજી ની સેન્ડવીચ ખાય જ. હવે તો મસાલા સેન્ડવીચ સિવાય પણ ઘણી સેન્ડવીચ બનાવે છે. પણ ત્યાંની મસાલા સેન્ડવીચ ફેમસ છે. અને મસાલા સેન્ડવીચ નો ટેસ્ટ તો હજુ એજ છે. તમે એક વાર ખાસો તો વારંવાર ખાવાનું મન થાય. બાલાજી વેફર ના માલિક ચંદુભાઇ વિરાણી ની શરૂઆત મસાલા સેન્ડવીચ થી થઈ છે. તેઓ રાજકોટ ની એસ્ટ્રોન ટોકીઝ ની કેન્ટીન મા મસાલા સેન્ડવીચ વેચતા એટલી ટેસ્ટી બનાવતા કે લોકો ફિલ્મ જોવા આવતા તો ઈન્ટરવેલ પડે તે પહેલાં 10 મિનિટ અગાઉ લોકો ની લાઈન લાગી જતી. લોકો ખાસ કરીને ચંદુભાઇ ની મસાલા સેન્ડવીચ ખાવા માટે એસ્ટ્રોન ટોકીઝ મા ફિલ્મ જોવા માટે જતા. અત્યારે પણ હજુ એના ટેસ્ટ મા કાંઈપણ ફેર નથી પડ્યો. મેં પણ એજ મસાલા સેન્ડવીચ બનાવી છે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને વટાણા ને સરસ ચોખ્ખા પાણીમાં ધોઇ લો. પછી તેને કૂકર માં 3-4 સીટી વગાડી બાફી લો.
- 2
હવે ડૂંગળી અને ટામેટાં ને ઝીણું સમારી લો. પછી આદું, મરચાં અને લસણ ની પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ બાફેલા બટાકા અને વટાણા ને મેસ કરી લો.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ અને હીંગ નાખી વધારો પછી તેમાં ડુંગળી સાંતળો અને પછી આદું, મરચાં અને લસણ ની પેસ્ટ નાખીને થોડીવાર સાંતળો. પછી તેમાં ટામેટાં નાખો. તેને થોડીવાર માટે સાંતળો.
- 4
- 5
પછી તેમાં મેસ કરેલાં બટાકા અને વટાણા નાખો. પછી તેમાં બધા મસાલા કરો. પછી તેને બરાબર મિક્સ કરી લેવાનું. થોડીવાર માટે રહેવા દો. તૈયાર છે સેન્ડવીચ નો મસાલો.
- 6
- 7
હવે બ્રેડ લઈ તેની ઉપર મસાલો લગાવો પછી તેની ઉપર બીજી બ્રેડ મૂકી દો. હવે તેને સેન્ડવીચ મશીન માં બટર લગાવી શેકી લો. તમે અહીં બટર ની જગ્યાએ ઘી કે તેલ ગમે તે લઈ શકો છો.
- 8
- 9
હવે તૈયાર છે બાલાજી ની મસાલા સેન્ડવીચ. ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજકોટ સ્ટાઈલ આલુમટર સેન્ડવીચ (હોમમેડ બ્રેડ)
#ડીનરફ્રેન્ડ્સ, આજે મેં બ્રેડ ના લોફ માંથી મારી ફેવરીટ એવી આલુમટર સેન્ડવીચ બનાવી છે. ખટમીઠા મસાલા વાળી આ સેન્ડવીચ સિમ્પલ છતાં સુપર ટેસ્ટી લાગે છે. રાજકોટ ના ઘર્મેન્દ્ર રોડ પર બાલાજી ની સેન્ડવીચ ફેમસ છે અને મારી ફેવરીટ 😍 તો થોડા સીમીલર ટેસ્ટ સાથે આ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati)
#CT ભજીયા 😋😋 રાજકોટ ના ભજીયા ખૂબ જ ફેમસ છે, અને એમાં પણ રાજકોટમાં મયુર ના ભજીયા ખૂબ જ ફેમસ છે, તમે પણ આજે ભજીયા બનાવ્યા છે. Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રાજકોટ ની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Lili Chutney Recipe In Gujarati)
#CT મૈં સીટી ફેમસ વાનગી માં રાજકોટ ની ફેમસ ગોરધન ભાઈ ની ચટણી બનાવી છે.આ ચટણી બનાવવા માં ખુબજ સરળ છે તેમજ આ ચટણી ને તમે ૧૫ દિવસ સુધી સ્ટોર કરી વાપરી શકો છો. Heejal Pandya -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ ઘણી જ અલગ અલગ રીતે બને છે. ચીઝ સેન્ડવીચ ચીઝ - પનીર સેન્ડવીચ માયો સેન્ડવીચ. બધાને જ ભાવે છે. જે આજના જનરેશનને ખૂબ જ ભાવે છે. પણ મેં ઓરીજનલ સ્ટાઈલની અને ઓરીજનલ ટેસ્ટની સેન્ડવીચ બનાવી છે. જે પહેલાં ના બધા લોકો આજ સેન્ડવીચ ખાતા હતા અને એ ખુબ જ સરસ લાગે છે. મારી દીકરી ખાવાની હોવાથી મેં અહીંયા ચીઝ Shreya Jaimin Desai -
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
રાજકોટ નૂ પ્રખ્યાત ચાપડી ઉંધીયુ (Rajkot Famous Chapdi Undhiyu Recipe In Gujarati)
#weekend#શૂપર સેફચોમાસામાં તો વીકેનડ મા મજા પડી જાય તો આવી ડીશ ચાપડી ઉંધી યુ હોય તો ખાવાની મજા પડી જાયરાજકોટ નૂ પ્રખ્યાત ચાપડી ઉંધી યુ daksha a Vaghela -
રાજકોટ ફેમસ પેંડા (Rajkot Famous Peda Recipe In Gujarati)
#RJSરાજકોટ ઘણી બધી વાનગી માટે જાણીતું છે તેમાં પેંડા પણ ફેમસ છે રાજકોટ ની બાજુ બામણબોર આવેલું છે ત્યાંના કણીદાર પેંડા બહુ સરસ હોય છે. Manisha Hathi -
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaMaisur masala dosa ઢોસા એ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. ઢોસા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. સાદા ઢોસા, મૈસૂર ઢોસા,મસાલા ઢોસા અને હવે તો એમાં પણ ઘણી બધી વેરાઇટીઓ આવી ગઈ છે. ઢોસા એ એવી વાનગી છે કે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે. મેં અહીં મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. અને એ પણ એકદમ સરળ રીતે તો ચાલો જોઈએ તેને બનાવાની રીત. Janki K Mer -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
મોટાભાગના લોકો રેસ્ટોરાંમાં જમવા જાય ત્યારે મસાલા પાપડ મગાવતા હોય છે. મસાલા પાપડ તમે ઘરે પણ બનાવી શકો છો, રેસિપી જોઈ લો મસાલા પાપડ માટે અડદની દાળના મરી વાળા પાપડ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. Nidhi Jay Vinda -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
અમદાવાદ ની ફેમસ ટુ ઇન વન સેન્ડવીચ(Amdavad Famous Two In One Sandwich Recipe In Gujarati)
#CTઆ સેન્ડવીચ અમદાવાદની ફેમસ છે આ સેન્ડવિચને વાસુ કાકા ની સેન્ડવીચ તરીકે ઓળખાય છે અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે વાસુ કાકા ની સેન્ડવીચ ની દુકાન આવેલી છે વાસુ કાકા ની એક સેન્ડવીચ ખાઉ એટલે તમારું પેટ ભરાઈ જાય આ સેન્ડવીચ વાસુ કાકા એક સાથે ૩૦થી ૪૦ સેન્ડવીચ બનાવે છે તમે સેન્ડવિચ ખાવા જાવ એટલે તમારે 1/2કલાક તો રાહ જોવી જ પડે 1/2કલાક પછી આટલી ખાવાની મજા આવે વાત ના પૂછો તો અમદાવાદમાં રહેતા હોય તો વાતો કાકાને સેન્ડવિચ ખાવા તો અચૂક જજો સેન્ડવીચ માં લસણના અથાણાંનો ઉપયોગ કરવામાં આવે છે તો આજે હું તમને આ સેન્ડવીચ શીખવાડી સ Rita Gajjar -
ગાર્ડન સેન્ડવીચ (Garden Sandwich Recipe In Gujarati)
#CWT#MBR1 Week 1 આપણે બગીચા મા જઈએ ત્યારે ત્યા બધુ કેટલુ કલરફુલ હોય છે.અલગ અલગ પ્રકાર ના અને અલગ અલગ કલર ના ફુલ-પાન હોય છે તો મે પણ કંઈક એવુ જ કરવા નો પ્રયાસ કર્યો છે.કલરફુલ ફીલિંગ કરી સેન્ડવીચ બનાવી છે જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બની છે તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો. Bhavini Kotak -
બેંગ્લોર ફેમસ મસાલા પૂરી ચાટ (Banglore Famous Masala Poori Chat
#CTમસાલા પૂરી બેંગ્લોરનુ ખૂબ ફેમસ સ્ટ્રીટ ફૂડ કે ચાટ છે.પણ આ ચાટ તદ્દન અલગ પ્રકારની છે. આ ચાટ રગડા અને પૂરી ના કોમ્બીનેશનથી બનાવવા માં આવે છે અને સાથે ચટણી,સેવ તો હોય જ. ટેસ્ટ માં થોડી સ્ટ્રોંગ કહી શકાય પણ એકવાર ચાખીયે એટલે ખાતા રહી જાય. આ ચાટ નો ઉદભવ બેંગ્લોર અને મૈસૂર માં થયો છે એમ કહી શકાય.આ ચાટ મા એક સ્પેશ્યલ પેસ્ટ બનાવી ને રગડા માં નાખવામાં આવે છે. જેમાં અમુક તેજાના,ડુંગળી,લસણ આવી ઘણી વસ્તુઓ નાખવામાં આવે છે.બેંગ્લોર ની આ મસાલા પૂરી ઘણી જગ્યા એ ફેમસ છે પણ અમે જયાનગર નામના વિસ્તારની ફેમસ "હરી સેન્ડવીચ" ની ચાટ ખાવા જતા હોય છીએ.અહીં ના લોકો ખાવા પીવા ના ઘણા શોખીન છે. એકવાર જરુર થી ટ્રાઈ કરો. Chhatbarshweta -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
ચીઝ ચટણી સેન્ડવીચ (Cheese Chutney Sandwich Recipe In Gujarati)
#NSD. .. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સહેલી છે. બધાં જ ઈન્ગ્રેડીયન્સ મોટા ભાગે બધાં ના જ ઘરમાં હોય.. Mita Shah -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#cookpadgujarati#cookpadindia રાજકોટ ની આ ચટણી ટેસ્ટ માં તીખી હોય છે.તેમાં લીલા મરચાં, શીંગદાણા,મીઠું,હળદર અને લીંબુ નો ઉપયોગ કરી બનાવાય છે તે ગાંઠિયા,ફાફડા,ભજીયા,ચાટ,સેન્ડવિચ માં વ્યરાય છે.આ ચટણી બનાવતી વખતે પાણી નો ઉપયોગ નથી થતો એટલે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ઉપયોગ માં લેવી હોય ત્યારે તેમાં દહીં,છાશ કે પાણી નો ઉપયોગ કરી ઢીલી કરી ને વપરાય છે. Alpa Pandya -
વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSD# national sandwich day.સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે. Reshma Tailor -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
સ્પીનેચ કોર્ન સેન્ડવીચ (Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3#Sandwichલગભગ સેન્ડવીચ તો નાના મોટા દરેક ને ભાવે છે. સામાન્ય રીતે આપણે સાદી,મસાલા,ચીઝ સેન્ડવીચ બનાવતા હોય છીએ પણ આજે આપણે પાલક અને સ્વીટ કોનૅ નો ઉપયોગ કરી સેન્ડવીચ ને હેલ્ધી બનાવીએ. સાથે ચીઝ પણ નાખ્યું છે જેનાથી બાળકોને પણ મઝા આવશે. Chhatbarshweta -
મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati)
#ઈસ્ટ#વિક 1# ઈસ્ટ ઈન્ડિયા રેસિપી આજે મે બંગાલી મીઠાઇ બનાવી છે. જે બંગાળ માં ખુબ જ ફેમસ છે . આમ તો આ મીઠાઈ ચમચમ ને લગતી છે. પણ આ મીઠાઈ માં માવા નો પણ ઉપયોગ થાય છે. આ મીઠાઇ બનાવવા માં પણ ખૂબ સરળ છે. અને ટેસ્ટ માં તો ખૂબ જ બેસ્ટ છે. તમે પણ બધાં એક વાર ટ્રાય કરજો. B Mori -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSશીંગ દાણા અને તીખાં લીલાં મરચાં વાળી આ ચટણી રાજકોટ ની શાન છે, ફાફડા ગાંઠીયા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
#RJS#Rajkotrecipe#rajkotfamouschataniરાજકોટ ની પ્રખ્યાત ચટણી રાજકોટ સાથે સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત અને એમ કહી શકાય કે આખી દુનિયા માં, તેનાં તીખાં અને ચટપટા સ્વાદ વાળી આ ચટણી પ્રખ્યાત છે.□આ ચટણી લાંબા સમય સુધી બગડતી ન હોવાથી મુસાફરી દરમ્યાન લોકો સાથે રાખે છે.□રાજકોટ ના ફાફડા,ગાંઠિયા,ભજીયા,ચીકી ની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ પ્રખ્યાત છે.□ખૂબ જ સરળ અને ઝડપી બની જતી આ ચટણી નો ઉપયોગ ખાસ કરી ને વેફર સાથે કે ફરસાણ, સેન્ડવીચ અને ભજીયા સાથે સહેજ લચકા પડતી કરી ને વાપરે છે. Krishna Dholakia -
પોટેટો સેન્ડવીચ પકોડા (Potato Sandwich Pakoda Recipe In Gujarati)
#GA4#Week3ફ્રેન્ડ્સ , ફટાફટ બની જાય એવા પોટેટો ચીપ્સ ના પકોડા તો આપણે બનાવતાં જ હોય છીએ.આજે મેં એક અલગ ટેસ્ટ ઉમેરી ને સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ આમ તો ગ્રીલર માં જ બનતી હોય છે પણ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ગ્રીલ પેન પર પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને એની મઝા માણી શકો છો. જરા પણ ફરક નથી પડતો, તમે તવા ઉપર શેકો કે સેન્ડવીચ ગ્રીલર માં.બને રીતે એન્જોય કરી શકો છો.મેં આ સેન્ડવીચ ગ્રીલ પેન ઉપર બનાવી છે.તો જોઍયે એની રેસીપી. Bina Samir Telivala -
કચ્છ ના કચ્છી સમોસા (Kutch Famous Kutchi Samosa Recipe In Gujarati)
મારા સિટીની ફેમસ વાનગી #CTઆઝાદીના સમય પહેલાં થી કચ્છના લોકો સમોસાનો નાસ્તો કરતા આવે છે....તે સમયે લોકો ગામડામાંથી હટાણું (ખરીદી) કરવા ભુજ આવતા અને ધલું ઢોંસા ના હાથના બનેલા સમોસા નો નાસ્તો કરતા...તે સમયે શાકમાર્કેટ પાસે ધલું ઢોંસા એ સમોસા ની શરૂઆત કરેલી. આ કચ્છી સમોસા એ કચ્છ ના નાસ્તાનું ઘરેણું છે. ....................તો ચાલો બનાવીએ કચ્છી સમોસા........... Archana Parmar -
મેગી સેન્ડવીચ (Maggi Sandwich Recipe In Gujarati)
આજે મે નાસતા મા બનાવયૂ છે મેગી સેન્ડવીચ અગર તમને પન ગમે તો જરુર થી બનાવજો આ મારી રેસીપી😊 #GA4 #Week7 Ankita Pancholi Kalyani -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
#EB#Week12ચીલાને તીખી પેનકેક પણ કહી શકાય...તે ઘણીબધી રીતે વેરીયેશન કરીને બનતા હોય છે. સારા હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું બેસ્ટ અને ઇઝી ઓપ્શન કહી શકાય.આજે અહીં મેં પનીરના ટોપિંગ સાથેના મોગર દાળ ના ચીલા બનાવ્યા છે. વધારે ફાઇબર્સ સાથે બનાવવા હોય તો ફોતરાવાળી મગની દાળ ના પણ એટલા જ સરસ બને છે. બન્ને દાળ મિક્સ કરીને પણ બનાવી શકાય.જો ચીલાની ઉપર પનીરનું ટોપિંગ કરવું હોય તો પનીરના નાના ટુકડા સરસ લાગે છે. અને ચીલાને કુક કરી વચ્ચે પનીર અને વેજીટેબલ્સ નું સ્ટફીંગ કરવું હોય તો છીણેલું પનીર સરસ લાગે છે. અંદર સરસ રીતે બાઇન્ડ થઇ જાય છે. Palak Sheth
More Recipes
ટિપ્પણીઓ (23)