જામનગર ના પ્રખ્યાત રસ પાઉં (Jamnagar Famous Ras Paau Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#CT

જામનગર માં આમ તો ઘૂઘરા,દાળ પકવાન,બ્રેડ કટકા,જે. ડી ના જોટા, પૂરી- શાક - ગાંઠિયા વગેરે જેવી ચટપટી વાનગીઓ વખણાઈ છે પણ મે આજે જામનગર ના પ્રખ્યાત રસ પાઉં બનાવ્યા છે....તમે લોકો પણ આ ચટપટા રસ પાઉં જરૂર થી ટ્રાય કરજો...

જામનગર ના પ્રખ્યાત રસ પાઉં (Jamnagar Famous Ras Paau Recipe In Gujarati)

#CT

જામનગર માં આમ તો ઘૂઘરા,દાળ પકવાન,બ્રેડ કટકા,જે. ડી ના જોટા, પૂરી- શાક - ગાંઠિયા વગેરે જેવી ચટપટી વાનગીઓ વખણાઈ છે પણ મે આજે જામનગર ના પ્રખ્યાત રસ પાઉં બનાવ્યા છે....તમે લોકો પણ આ ચટપટા રસ પાઉં જરૂર થી ટ્રાય કરજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ પેકેટનાના ગોળ ટોસ્ટ
  2. ૨ નંગબાફેલા બટાકા નાના સમારેલા
  3. ૨ નંગમોટી ડુંગળી ઝીણી સમારેલી
  4. ૧૦૦ ગ્રામ ઝીણી નાયલોન સેવ
  5. રસ પાઉં ના પાણી ની સામગ્રી
  6. 1/2જુડી ફુદીનો
  7. 1/2જુડી કોથમીર
  8. ૩ નંગલીલાં ચિડિયા મરચા
  9. પાણી પૂરી મસાલો સ્વાદ મુજબ
  10. લસણ ની લાલ ચટણી ની સામગ્રી
  11. થી ૧૦ કળી લસણ
  12. ૩ ચમચીમરચા પાઉડર
  13. ૧ ચમચીધાણાજીરૂ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. લીલી ચટણી ની સામગ્રી
  16. 1/2જુડી કોથમીર
  17. ૨ નંગતીખા લીલા મરચા
  18. ૪-૫ કળી લસણ
  19. ૧ વાટકીગાંઠિયા (કોઈ પણ)
  20. ૨ ચમચીખાંડ
  21. 1/2લીંબુ
  22. મીઠું સ્વાદાનુસાર
  23. ખજૂર ની ચટણી ની સામગ્રી
  24. ૧૫૦ ગ્રામ ખજૂર
  25. ચપટીમરચા પાઉડર
  26. ચપટીધાણાજીરૂ
  27. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ મિક્સચર માં ફુદીનો,કોથમીર,મરચા,પાણી નાખી એકદમ ફેરવીને ગાળી લેવું... ગાળીને તેમાં પાણી પૂરી મસાલો સ્વાદ પ્રમાણે નાખવો...

  2. 2

    લસણ ની લાલ ચટણી માટે ખંડણી માં લસણ,લાલ મરચુ પાઉડર,ધાણાજીરૂ,મીઠું નાખી વાટી લેવા...ત્યાર બાદ તેમાં પાણી ઉમેરી ચટણી પાતળી કરવી...

  3. 3

    લીલી ચટણી માટે કોથમીર,લીલા મરચા,ગાંઠિયા,ખાંડ,લીંબુ,મીઠું સ્વાદાનુસાર મિકસરમાં થોડું પાણી નાખીને ૨ થી ૩ વખત ફેરવી નાખવું...લીલી ચટણી તૈયાર કરી લેવી..

  4. 4

    ખજૂર ની ચટણી માટે ખજૂર ને પાણી નાખી ગેસ પર સરખું ઉકાળી લેવું..સાવ ઠંડુ થાય પછી ગરની માં છણી લેવું...ત્યાર બાદ તેમાં મીઠું,મરચુ અને ધાણાજીરૂ નાખી..જોઈતા પ્રમાણ માં પાણી નાખી ચટણી તૈયાર કરી લેવી

  5. 5

    રસ પાઉં બનાવવા માટે પેલા ટોસ્ટ ના છરી થી ભાંગે નહિ તેમ ૨ કટકા કરવા...ત્યાર બાદ ફુદીના ના પાણીમાં 1/2મિનિટ જેટલા બોળીને તરત એક ડીશ માં મુકવા..

  6. 6

    ત્યાર બાદ અનુક્રમે ખજૂર ની ચટણી,લીલી ચટણી,લાલ ચટણી,બટાકા ડુંગળી અને સેવ માથે ભભરાવવા...આ રીતે ટેસ્ટી રસ પાઉં તૈયાર થશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ (4)

Deepa Patel
Deepa Patel @cook_25234990
Mast mast new recipe che mari mate. Thanks for sharing

Similar Recipes