ટામેટાં - મરચાં ની ચટપટી ચટણી (Tomato Marcha Chutney Recipe In Gujarati)

ભોજન માં અલગ અલગ પ્રકારની ચટણી તો હોયજ. ચટણીઓ હોય તો ભોજન માં મઝા પડી જાય. એવીજ મઝા આવે એવી, ટામેટાં -લાલ મરચાની ચટણી બનાવી છે. જે બધાંને ગમશે.
ટામેટાં - મરચાં ની ચટપટી ચટણી (Tomato Marcha Chutney Recipe In Gujarati)
ભોજન માં અલગ અલગ પ્રકારની ચટણી તો હોયજ. ચટણીઓ હોય તો ભોજન માં મઝા પડી જાય. એવીજ મઝા આવે એવી, ટામેટાં -લાલ મરચાની ચટણી બનાવી છે. જે બધાંને ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડક અને સરસ લાલ ટામેટાં લેવાં. સૂકા લાલ મરચાં લેવાં, 8 કાશ્મીરી લાલમરચાં અને બીજા 8 સૂકા લાલ મરચાં રેગ્યુલર જે થોડાં tikha હોય એવા લેવાં.પાણી માં 10થી 15 મિનિટ બાફવા મૂકવાં.
- 2
15મિનિટ પછી જોશું તો ટામેટાં અને મરચાં સરસ રીતે બફાય ગયા હશે. ટામેટાં ની skin નીકળી હશે. હવે ગેસ બંધ કરી, તેને ઠંડા પાડવા દેવાં. ઠંડા પડે એટલે ટામેટાં ની બધી સ્કિન કઢી નાંખવી. અને મરચાં ને મિક્સી જાર માં લઇ, રફલી ક્રશ્ડ કરી લેવાં. અને ટામેટાને મેશર થી મેષ કરી લેવું.. જેથી ખાતી વખતે તેનાં ક્રંચ આવે.
- 3
હવે ગેસ પર એક કડાઈ રાખી તેમાં તેલ નાંખી, ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, વરિયાળી, તલ નાંખી તતડાવવું. હવે તેનાં નાની 1/2 ચમચી હિંગ નાખવું. જીણા કાપેલાં લસણ અને ક્રશ્ડ કરેલું આદું નાખીને, એકાદ મિનિટ જેટલું ફ્રાય કરવું. પછી તેમાં મેશ કરેલાં ટામેટાનો પલ્પ અને ક્રશ્ડ કરેલાં મરચાં નાંખી હલાવવું.
- 4
ટામેટાં નું પાણી બળીને ઓછું થઇ જાય, પછી મીઠું નાખીને પાછું થોડીવાર થવા દેવું.
- 5
હવે તેમાં 1 થી 2 ચમચી વિનેગર નાંખી, હલાવી ને નીચે ઉતારી લેવું. ઠંડુ પડે સાફ બોટલ માં ભરી લેવું. ફ્રીઝ માં રાખીને લાંબા સમય સુધી માણી શકીયે.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (3)