સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)

Monils_2612 @cook_25960279
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાને પાણીથી સાફ કરી તેના કટકા કરવા. ત્યાર બાદ એક વાસણમાં પાણી ગરમ મૂકો અને તેમાં સરગવો ઉમેરો પછી તેમાં મીઠું નાંખી તેને બાફવા મૂકો.
- 2
પછી તેને 8 થી 10 મિનિટ સુધી બાફવું હવે ચારણી ની મદદથી પાણી કાઢી લેવું. હવે તેને ઠંડુ થવા દેવું ત્યારબાદ હવે તેનો મસાલો તૈયાર કરીએ
- 3
હવે એક વાસણમાં 200 ગ્રામ ચણાનો લોટ લો ત્યારબાદ તેમાં હળદર, ગરમ મસાલો, મીઠું, લસણની ચટણી, ધાણાજીરું, તલ, કોથમીર,હિંગ,આ બધું બરાબર મિક્સ કરવું.
- 4
હવે સરગવો ઠંડુ થઇ ગયો છે. તો તેના 3 ફાડા કરી બી કાઢી લો.
- 5
હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો ત્યાર બાદ તેમાં સરગવો ઉમેરો હવે તેને હળવે હળવે 2 થી 3 મિનિટ હલાવતા રહેવું.
- 6
પછી તેમાં જે આપણે ચણાના લોટમાં જે મસલો મિક્સ કર્યો છે તે થોડુંક થોડુંક ઉમેરતા જવું.અને તેને હલાવતા રહેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14842571
















ટિપ્પણીઓ (3)