ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)

Nishita Raja @Nishita_raja
ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ચણા નો લોટ લેવો તેમ સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ, હળદર, ધાણા જીરું અને લસણ, ગરમ મસાલો એડ કરી પછી તેલ એડ કરી મસાલો મિક્સ કરવો.
- 2
હવે બટાકા મા કાપા પાડવા આડા પછી તેમા રેડી કરેલ મસાલો ભરવો.
- 3
હવે કુકર મા તેલ એડ કરી ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરવી પછી તજ,લવિંગ, સુકુ લાલ મરચુ, તમાલ પત્ર એડ કરી હિંગ નાખી બટાકા એડ કરવા.
- 4
હવે તેમા લાલ મરચું, લસણ ની પેસ્ટ અઠવા ચટણી (જો લસણ ની પેસ્ટ એડ કરવી હોય તો તે વઘાર મા એડ કરવી) ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણા જીરું એડ કરવુ.
- 5
હવે જરૂર મુજબ પાણી એડ કરી કૂકર બંધ કરી મેડિયમ તાપે ૨-૩ સીટી કરવી.
- 6
તો તૈયાર છે સ્વાદિષ્ટ ભરેલા બટાકા નુ શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14844723

















ટિપ્પણીઓ (4)