પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૂર્વ તૈયારી સામગ્રીની ⬇️
- 2
સૌથી પહેલાં બધા વેજિટેબ્લ્સ (ઘટક) માં બતાવ્યાં પ્રમાણે ધોઈ ને સ્વચછ કરવા ત્યાર બાદ મોટા સ્કેવરમાં કટિંગ્સ કરવાં.
- 3
1-હવે આપણે 200 ગ્રામ પનીરને ઉભા અને આડા કાપા કરી ક્યુબ રેડી કરવા.
2- પનીરના ક્યુબ રેડી કરી તેનાં પર 2ચમચી કોર્ન ફ્લોવર મિક્સ કરી લેવાં હળવે હાથેથી.અને 2થી 3 મિનિટ સુધી રેસ્ટ આપો.
3-હવે એક બાઉલમાં 4ચમચી કોર્ન ફ્લોવર અને 3ચમચી મેંદો મિક્સ કરો અને થોડું પાણી નાખી મિશ્રણ મિડિયમ તૈયાર કરો.
4-હવે આ પેસ્ટમાં પનીર ને ડીપ કરી કોટીંગ કરો અને ગરમ તેલ માં ગોલ્ડન રંગ થઇ જાય ત્યાં સુધી ફ્ર્ર્ર્રાય કરી લેવાં. - 4
- 5
ચીલી ડ્રાય ગ્રેવી રેડી કરવા માટે ⬇️
1-1 મોટો ચમચો તેલ પેન માં ગરમ થાય એટલે તેમાં ડુંગળી, લીલાં મરચાં લાંબા કટ કરેલ, 1થી 2મિનિટ સાંતડવા.
2- હવે કેપ્સીકમ, લીલી ડુંગળી, અદ્ર્ક,લસણ અને મરચાં ની પેસ્ટ મિક્સ કરો.
3- 1ચમચી વિનેગર, સોયા સોસ, ટોમેટો કેચઅપ, રેડ ચીલી સોસ મિક્સ કરો. અને મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાંખી બધું બરાબર 5 મિનીટ ધીમા તાપે સાંતળવું.(વેજી ટેબલસ ઓવર કુક ના કરવાં.) - 6
- 7
હવે આપણે રેડી કરેલ ડ્રાય ગ્રેવી રેડી છે. હવે તેમાં ફ્રાય કરેલ પનીર ગ્રેવીમાં મિક્સ કરો -બધા મસાલા પનીર સાથે બરોબર સેટ થાય ત્યારે ગૅસ બંધ કરી દો. ઉપરથી બારીક સમારેલી કોથમીર અને લીલી ડુંગળીનાં પાનથી ગાર્નિશ કરો.
- 8
- 9
રેડી કરેલ ગરમા ગરમ પનીર ચીલી ડ્રાય સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ (17)