ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

ગરમી મા તો ખૂબ જ બધા ને પસંદ આવે એવું ફ્રુટ સલાડ મે બનાવ્યું છે.નાના મોટા બધા ને ભાવે ફ્રુટ સલાડ. ફ્રુટ સલાડ તમે તમારા મન ગમતા બધા જ ફ્રુટ ઉમેરી શકો છો.ફ્રુટ આવતા હોવાથી ખાવામાં પણ હેલ્થી છે. બનવા મા ખુજ સરળ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી મા આપડે દૂધ ને ગરમ કરીશુ
બીજા નાના બાઉલ મા થોડુ ઠંડુ દૂધ રાખવું - 2
ત્યાં બાદ દૂધ ગરમ કરવું.દૂધ ગરમ થાય.ત્યાં સુધી આપડે જે બાઉલ મા દૂધ રાખ્યું છે.તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી મિક્સ કરી લઈશુ.
- 3
હવે દૂધ ગરમ થાય એટલે થોડુ ૫ મિનિટ થવા દો. હવે આપડે જે કસ્ટર્ડ મિક્સ કર્યું હતુ તે ધીમે ધીમે ઉમેરીશુ.
- 4
હવે તેને ઉકાળો ૧૦ થી ૧૫ મિનિટ સુધી. હવે તેમા આપડે ખાંડ ઉમેરી ને ૧૦ મિનિટ ઉકાળો. હવે તેને થોડુ ઠંડુ થવા દો.
- 5
થોડુ ઠંડુ થાય એટલે ગરની થી છાની લો. હવે થોડું ઠંડુ થાય એટલે ફ્રિઝ મા મુકી દો ૩ કલાક માટે.ત્યાં બાદ તેમા ફ્રુટ કાપી ને નાખી ને થોડી વાર ફ્રીઝ માં મૂકી ને ઠંડુ થવા દો.ત્યાં બાદ સર્વ કરો.
- 6
તૈયાર છે આપડુ એક દમ ઠંડુ ફ્રુટ સલાડ. તેને ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરીશુ આપડે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)