ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

સંગીતાબેન સાથે થયેલા zoom live માં પંજાબી ગ્રેવી ની બહુ જ સરસ રેસીપીસ શીખવા મળી. જેમાંથી મેં વ્હાઇટ ગ્રેવી તેમની સાથે જ બનાવી હતી. અને તેમાંથી ખોયા કાજુ ની સબ્જી બનાવી. એકદમ પરફેક્ટ, ખૂબ જ ટેસ્ટી અને 100% રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની હતી.
તેમણે બહુ જ સરસ રીતે guide કરી, ઉપયોગી તેવી ટીપ્સ પણ સાથે આપી. સબ્જી ફેમિલીમાં બધાને બહુ ભાવી.
Thank you Sangitaji for sharing amazing gravy recipes..

ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)

સંગીતાબેન સાથે થયેલા zoom live માં પંજાબી ગ્રેવી ની બહુ જ સરસ રેસીપીસ શીખવા મળી. જેમાંથી મેં વ્હાઇટ ગ્રેવી તેમની સાથે જ બનાવી હતી. અને તેમાંથી ખોયા કાજુ ની સબ્જી બનાવી. એકદમ પરફેક્ટ, ખૂબ જ ટેસ્ટી અને 100% રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની હતી.
તેમણે બહુ જ સરસ રીતે guide કરી, ઉપયોગી તેવી ટીપ્સ પણ સાથે આપી. સબ્જી ફેમિલીમાં બધાને બહુ ભાવી.
Thank you Sangitaji for sharing amazing gravy recipes..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-45 મિનિટ
4 વ્યક્તિ
  1. 🔶️વ્હાઈટ ગ્રેવી માટે,
  2. 3મિડિયમ સાઇઝ ડુંગળી
  3. 10-12કળી લસણ
  4. 1 ટીસ્પૂનછીણેલું આદું
  5. 3-4તીખા લીલા મરચાં
  6. 1/4 કપકાજુ
  7. 1 ટેબલ સ્પૂનમગસ્તરીના બીજ
  8. 1/2 ટીસ્પૂનશાહી જીરુ
  9. 1લીલી ઇલાયચી
  10. 1કાળી ઇલાયચી
  11. 1તજનો ટુકડો
  12. 2તમાલપત્ર
  13. 2-3લવિંગ
  14. 1ચક્રફૂલ
  15. 2 ટેબલ સ્પૂનતેલ
  16. 1 ટીસ્પૂનમરી પાઉડર
  17. મીઠું સ્વાદ પ્રમાણે
  18. 3 ટેબલ સ્પૂનદહીં
  19. 3 ટેબલ સ્પૂનમોળો માવો
  20. 1+1/2 કપ પાણી
  21. 🔶️ખોયા કાજુ માટે,
  22. 1/2 કપકાજુના ફાડા(2 ટુકડા કરેલા)
  23. 1/4 કપછીણેલો માવો
  24. 1/4 કપછીણેલું પનીર
  25. 1 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  26. 1-2 ટેબલ સ્પૂનઘી
  27. 1/2 ટીસ્પૂનમરી પાઉડર
  28. 1તમાલપત્ર
  29. 1/4 ટીસ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

40-45 મિનિટ
  1. 1

    🔶️વ્હાઈટ ગ્રેવી માટે, ડુંગળીને મોટા ટુકડામાં સમારી લેવી. લસણ ફોલીને અધકચરું વાટી લેવું. દૂધનો માવો અને બીજી સામગ્રી તૈયાર રાખવી.

  2. 2

    પાણીને એકબાજુ ગરમ કરવા મૂકી દેવું.એક કઢાઇમાં તેલ ગરમ મૂકી તેમાં શાહી જીરુ, તજ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર, ચક્રફૂલ નાખીને શેકવા. પછી કાજુ અને મગસ્તરીના બીજ નાખી શેકવા. શેકાય એટલે ડુંગળી ઉમેરી સાંતળવી. પછી લીલા મરચાં, વાટેલું લસણ અને આદું નાખી સાંતળવું.

  3. 3

    બધું બરાબર સંતળાય અને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં ગરમ પાણી ઉમેરવું. મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવું. 3-4 મિનિટ માટે એમ જ કુક થવા દેવું. પાણી 1/2 થઇ જાય ત્યાં સુધી થવા દેવી. તેમાં મરી પાઉડર પણ ઉમેરી દેવો. પછી ગેસ ઓફ કરી તેને 10 મિનિટ જેવું ઠંડું થવા દેવું. પછી તેમાંથી બધા ખડા મસાલા અને મરચાનાં ટુકડા કાઢી લેવા.

  4. 4

    તૈયાર મિશ્રણને મિક્સી જારમાં લઇ તેમાં માવો અને દહીં નાખવું. અને એકદમ બારીક પીસીને પેસ્ટ તૈયાર કરવી.

  5. 5

    આ પેસ્ટ ને સૂપની ગરણીથી ગાળી લેવી. તૈયાર થશે હલકી મીઠી, રીચ, સ્મૂધ વ્હાઈટ ગ્રેવી. જેને ફ્રીઝમાં 2 દિવસ માટે અને ફ્રીઝરમાં 1 મહિના માટે સ્ટોર કરી શકાય છે.

  6. 6

    🔶️ખોયા કાજુ માટે, એક કઢાઇમાં 1/2 ચમચી ઘી લઇ કાજુના ફાડાને શેકી લેવા. તેમાંથી થોડાક ટુકડા ગાર્નિશ માટે અલગ કાઢી લેવા.

  7. 7

    કાજુને અલગ કાઢી તે જ કઢાઇમાં બાકીનું ઘી અને એક તેજપત્તું મૂકી, ગરમ થાય એટલે વ્હાઇટ ગ્રેવી ઉમેરવી. 1 મિનિટ માટે કુક કરી તેમાં ફ્રેશ ક્રિમ, મરી પાઉડર, ખાંડ, છીણેલું પનીર, છીણેલો માવો ઉમેરવો.

  8. 8

    બધું બરાબર મિક્સ થાય પછી તેમાં શેકેલા કાજુ ના ટુકડા ઉમેરી હલાવી બરાબર મિક્સ કરી લેવા.

  9. 9

    ખોયા કાજુ ની રીચ અને સુપર યમી સબ્જી તૈયાર છે.ગરમ સબ્જીને સર્વિંગ બાઉલમાં લઇ ઉપરથી કાજુ અને સલાડ ડેકોરેશન મૂકવું. ગરમાગરમ જ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes