કેળા મેથી ના ભજીયા (Banana Fenugreek Fritters Recipe In Gujarati)

#MA
તડકા છાયા ખમી ખમીને , વેલ્ય મૂકી છે જેમ, માડી તારી એક જ મોસમ ...પ્રેમ નિરંતર પ્રેમ
માં એટલે મેરુને શરમાવે તેવી ધેર્યામૂર્તી .માં એટલે નાયગ્રા ના ધોધ ને શરમાવે તેવી કરુણા મૂર્તિ ..માં એટલે સાક્ષાત ક્ષમામૂર્તી ...પોતાની ઈચ્છાઓ અને શોખ નું બલિદાન આપી માત્ર સંતાનો ના સુખ ....અને હિતની કામના કરતી...કેહવાય છે કે માં બધાની જગ્યા લઈ શકે...પણ માં ની જગ્યા કોઈ ના લઈ શકે...તો દુનિયાની તમામ માં ને મારા વંદન🙏
માતાનું ઋણ અદા કરવા જો ખુદ ઈશ્વર પણ પ્રયાસ કરે તો ...
એનુંય દેવાળું નીકળી જાય...!
Happy mother's day
તો આજે હું મારી જ માં સમાન એવા મારા સાસુમા પાસે શીખી અને એમની જ મનપસંદ આવી રેસીપી અહીં શેર કરવા જઈ રહી છું...

રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા આપને ભાજી ને મોટી મોટી સમારી લેસુ..અને પછી સારી રીતે ધોઈને એક વાસણ માં નીતરતી કરીશું...હવે એક મોટા બોલ માં પેહલા કેળા ના છાલ કાઢી ને હાથ થી મેશ કરી લેવા..
- 2
હવે મેશ કરેલા કેળા માં ચણાનો લોટ એડ કરવો...મિક્સ કરીને તેમાં ભાજી એડ કરવી...બરાબર મિક્સ કર્યા પછી..પેહલા ખાવાનો સોડા અને એની ઉપર તેલ ઉમેરી.જરૂર મુજબ પાણી નાખવું...તેમાં લીલું મરચું.. નાખીશું (a ખીરું જાડું j રાખવાનું છે પાતળું નથી કરવાનું)
- 3
હવે પેહલા બધા જ મસાલા એડ કરી લેવા...લાસ્ટ માં ખાંડ જરૂર મુજબ નાખવી...(કેળા ની મીઠાસ હોય a મુજબ ખાંડ ઉમેરવી)
- 4
બધું ઉમેર્યા પછી ઉપર થી મરી નાખી દેવા.પસંદ હોય એ મુજબ...અને મિક્સ કરી 30 મિનિટ ઢાંકીને રાખવું..પછી તેલ મૂકી ગરમ થાય એટલે સ્લો તું મીડિયમ પર ભજીયા અંગૂઠો અને આંગ્રી ની મદદ થી તેલ માં પાડી ને તરી લેવા... કલર લાલાશ પડતો થશે..
- 5
આ રીતે બધા ભજીયા તરી લેવા...ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે...અને આપને ઘણા ભંડારા માં કે લગ્ન માં પણ આ ભજીયા ખાધા j છે...તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજો...
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (18)