ગળ્યા સક્કરપારા(Sweet Sakkarpara Recipe In Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#MA
ગળ્યા સક્કરપારા

નાસ્તા મારી મમ્મી ખૂબ જ સરસ બનાવે.

ગળ્યા સક્કરપારા(Sweet Sakkarpara Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#MA
ગળ્યા સક્કરપારા

નાસ્તા મારી મમ્મી ખૂબ જ સરસ બનાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ
  2. 4 ચમચીતેલ/ઘીનું મોણ
  3. 1 કપખાંડ(ગળ્યું જેટલું ગમે તે મુજબ)
  4. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  5. ચપટીમીઠું
  6. પાણી/દૂધ જરૂર પડે તો જ લોટ બાંધવા માટે
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં ખાંડ નાખીને ખાંડ ડૂબે તેટલું પાણી રેડીને સતત હલાવતા રહીને ગરમ કરો.ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવું.ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર નાખીને મિક્સ કરો.થોડું ચાસણી જેવું હશે તો પણ ચાલે.જેમ કે ગુલાબ જામુનની ચાસણી વધી હોય તો તે પણ ઉપયોગમાં લઇ શકાય.હવે આ પાણીને ઠંડુ થવા દો.

  2. 2

    હવે એક કથરોટમાં લોટ ચાળીને તેમાં મીઠું નાખીને હલાવો.હવે તેમાં તેલ/ઘીનું મોણ નાખીને મિક્સ કરો હવે તેને ખાંડના પાણીથી લોટ બાંધો.લોટ બહુ કઠણ ના બાંધવો નહિ તો ખાંડ ગરમ કરેલી છે એટલે લોટ એકદમ કડક થઇ જશે તો વણતા નહી ફાવે.એટલે પરોઠા કરતા સહેજ કઠણ બાંધવો.લોટ વણતા સુકાઈ જાય તો દૂધ કે પાણી છાંટી લોટ સરખો કરવો.હવે તેલ ગરમ મૂકી દો. ત્યારબાદ લોટમાંથી મોટો લૂઓ લઇ વણી લો.હવે તેને કટ કરી સકકરપારાનો આકાર આપીને ધીમા તાપે તળી લો.આછા બદામી રંગના થાય એટલે તેલમાંથી કાઢી લો.આ સક્કરપારા ઠરશે એટલે સરસ સ્વાદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

Similar Recipes