કેરીનું ખાટું મીઠું અથાણું (Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)

Mayuri Chotai @M23290612S
કેરીનું ખાટું મીઠું અથાણું (Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરીના કટકા એક બાઉલ માં લઇ તેમાં હળદર તેમજ મીઠું મિક્સ કરી એક રાત રહેવા દો. બીજે દિવસે તે કટકાને બે વાર સાદા પાણીથી ધોઈ નિતરવા મુકો. નીતરી જાય પછી તેને એક કોટનના કપડામાં છુટા છુટા 2 થી 3 કલાક માટે સુકવી દેવા.
- 2
હવે બને કુરિયાને એક બાઉલમાં મિક્સ કરી ઉપર હિંગ નાખી ગરમ તેલનો વઘાર કરી ઢાંકી દો. કુરિયા ઠરી જાય ત્યારબાદ તેમાં ચટણી, 2 ચમચી મીઠું,તજ પાઉડર,વરિયાળી, મરી, સાકર અને ગોળ સમારી ને સારી રીતે મિક્સ કરો. પછી તેમાં કેરી ના કટકા મિક્સ કરી દો. સ્વાદિષ્ટ ગોળકેરી તૈયાર છે હવે તેને એર ટાઈટ બરણી માં ભરી દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15007912



ટિપ્પણીઓ (5)