ગુંદા મરચાં નું ભરેલું શાક (Gunda Marcha Bharelu Shak Recipe In Gujarati)

Ushma Vaishnav @homechef_ushma
ગુંદા મરચાં નું ભરેલું શાક (Gunda Marcha Bharelu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદાને સારી રીતે ધોઈ કોરા કરી લેવા. તેના ઠળીયા કાઢીને મીઠાથી ચીકાશ કાઢી લેવી. મરચામાં પણ કાપો પાડી લેવો.
- 2
એક પેનમાં ચણાનો લોટ કોરો j શેકી લેવો. ઠરે એટલે તેમાં મીઠું, હળદર, ધાણાજીરું, ખાંડ અને 3 ટેબલસ્પૂન તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે ગુંદા અને મરચાં દાબીને ભરી લેવા. એક લોયામાં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નો વઘાર કરી ને તેમાં ગુંદા અને મરચાં વઘારી દેવા.....ઢાંકીને ધીમા તાપે ચડવા દેવા.
- 4
ગુંદા બરાબર ચડી જાય એટલે તેમાં ઉપર થોડો લોટ ભભરાવી ને 5 મિનિટ માટે ઢાંકી દેવું. હવે બરાબર હલાવી પ્લેટ માં કાઢી લો. ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15029920






ટિપ્પણીઓ (2)