આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)

#EB એપ્રિલ-મે મહિનો આવતાં જ અથાણાની સિઝન શરૂ થઈ જાય છે પરંતુ ઘણાને ઘરે અથાણાનો મસાલો બનાવતા આવડતું નથી આમ તો આ બહુ ઇઝી છે તો એકવાર આવડી જાય અને હાથ બેસી જાય તો બહુ ઝડપી બની જાય છે હું મારા સાસુ પાસેથી આ રીત શીખી છું અને દર વર્ષે અમે ઘરે જ થાણાના મસાલા અને અથાણા બનાવીએ છે તો આજે હું તમારી સમક્ષ રજૂ કરુંછું ખાટા અથાણામાટેનો મસાલો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં પા કિલો મેથી ના કુરિયા વીણીને સાફ કરીને પાથરી દો હવે તેની ઉપર 100 ગ્રામ રાઈના કુરિયા નાખવા તે પણ સાફ કરી નાખો
- 2
પા કિલો જેટલું તેલ ગરમ કરવું ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરો
- 3
હવે જે વાસણમાં રાઈ અને મેથીના કુરિયા પાથર્યા છે તેના ઉપર બે ચમચી હિંગ ભભરાવી ગરમ ગરમ તેલ તેના ઉપર રેડી દેવું અને તરત ઢાંકણ ઢાંકી દેવું
- 4
હવે આ ઠંડું પડે એટલે તેમાં 1/2 કિલો જેવું લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું લગભગ ૩૦૦ ગ્રામ થી સાડા ત્રણસો ગ્રામ જેટલું મીઠું ઉમેરવું મને બરાબર મિક્સ કરી લેવું તો આ તૈયાર છે ખાટાં અથાણા માટે નો સંભાર હંમેશા સંભાર મામીઠું થોડું ચઢિયાતું ઉમેરવામાં આવે છે જેથી અથાણા બારે મહિના સારા રહે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)