કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB
Week 8
કોર્ન ભેળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણાને કૂકરમાં એક વ્હિસળ વગાડીને બાફી લો.ત્યારબાદ એક મોટા વાટકા કે તપેલીમાં મકાઈના દાણા,ડુંગળી,કેપ્સીકમ અને ટામેટું લઈ બધીજ મિક્સ કરો.હવે તેમાં મમરા ઉમેરીને મિક્સ કરો.હવે તેમાં લાલ મરચું,મીઠું અને ચાટ મસાલો નાખીને મિક્સ કરો.ત્યારબાદ તેમાં લીલી ચટણી અને ગળી ચટણી નાખીને બરાબર હલાવી દો.હવે આ ભેલને એક સર્વિંગ ડિશમાં કાઢીને તેના પર ઝીણી સેવ ભભરાવી દો હવે તેના ઉપર દાડમના દના છૂટા પાથરી દો.ત્યારબાદ ઉપરથી જરુર મુજબ ચીઝ છીણીને ભભરાવી દો.હવે તેના પર કોથમીર છાંટીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221064




ટિપ્પણીઓ (2)