ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ તેમાં હિંગ લીંબુના ફૂલ મીઠું અને હળદર નાખી એક બાજુ હલાવવી પછી તેમાં થોડી ખાંડ નાંખી ફરી હલાવવું પછી તેમાં ચણાનો લોટ નાંખી એક બાજુએ ત્રણથી ચાર મિનિટ સુધી સતત હલાવતા રહેવું
- 2
એક વાસણમાં તેલ લગાડી તેમાં ખીરું નાખી દેવું પછી તેને ઢોકળીયામાં વરાળે બાફી લો
- 3
ચડી જાય એટલે બહાર કાઢી તેને પીસ કરી લો
- 4
પછી વઘાર કરવા માટે એક નાના લોયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરું તલ હિંગ અને મીઠા લીમડાના પાન નાખી થોડું પાણી નાખો પછી તેમાં ખાંડ નાખો પછી ૨ મિનીટ ગરમ કરો તે વઘારને ઢોકળા પર રેડી બધું બરાબર મિક્સ કરો
- 5
પછી તેમાં કોથમીર નાખી એક બાઉલમાં કાઢી તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15227534





ટિપ્પણીઓ (6)