છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)

છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાબુલી ચણાને પાણીમાં આખી રાત પલાળો. તેને કુકરમાં એડ કરી મીઠું અને 3 કપ પાણી રેડી ચાર સીટી વગાડી બાફી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર તૈયાર કરેલા ટામેટા ડુંગળી ને છીણેલા અને હિંગ એડ કરી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળો. દસ મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દો. તેલ છૂટું પડે એટલે તેમાં બધા જ મસાલા પાણીમાં ઓગાળી એડ કરી પાંચ મિનિટ ઢાંકીને ચડવા દો. તેમાં થોડું પાણી ઉમેરી જરૂર પ્રમાણે થીક ગ્રેવી થવા દો. પછી તેમાં બાફેલા ચણા ઉમેરો. બાફેલા ચણાનુ પાણી એડ કરી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.પછી તેમા કોથમીર નાખી હલાવી દો તૈયાર છે છોલે.
- 3
એક મોટા બાઉલમાં મેંદો ને ઘઉંનો લોટ ચાળી લો. તેમાં તેલ અને મીઠું એડ કરી પાણીથી લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય એટલે હાથ માં થોડું તેલ લઈને લોટને મસળી કપડું ઢાંકીને બે કલાક રહેવા દો. એક કઢાઈમાં તેલ ગરમ મૂકો. હાથમાં થોડું તેલ લઇ જે સાઈઝ ના ભટુરા બનાવવાના હોય તેટલો લુવો લઇ અટામણ લઈ ને ભટુરાવણી ગરમ તેલમાં ધીમેથી મુકવા.પછી બીજી બાજુ પલટાવીને બંને સાઇડ ગોલ્ડન તળી લેવા.
- 4
તૈયાર છે છોલે ભટુરે. તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર અને ડુંગળી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (6)