કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ બધા કંકોડા ની છાલ ઉતારી લાંબા ચિપ્સ માં સુધારી થોડુ મીઠું નાખી હલાવી ને એકાદ કલાક માટે એમજ રેવા દો. કાંદા ભી લાંબા ચિપ્સ માં સુધારી લો.
- 2
હવે એક કડાઈ તેલ ગરમ કરવા મુકવું, તેલ થાય એટલે રાઈ અને હિંગ નો વઘાર કરી કાંદા વધારવા, તે થોડા ગુલાબી થાય એટલે કંકોડા ઉમેરવા, હવે શાકમાં થોડુ જરૂર પૂરતું મીઠું અને હળદર નાખી શાક ને મા જ ધીમા તાપે ચડવા દો.
- 3
4-5 મિનિટ થશે શાક ને ચડતા, વચ્ચે થોડુ ફેરવતા રહો, પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું ઉમેરી મસાલો મિક્ષ કરી લો. 2-3 મિનિટ ફરી પાછુ થવા દો.
- 4
હવે તેમાં ગોળ ઉમેરી બરાબર શાક ને હલાવી લો. છેલ્લે શાક નો ગેસ ઑફ કરી લીંબુ નો રસ ઉમેરી શાક મિક્ષ કરી લો.
- 5
તો તૈયાર છે હવે આપણું કંકોડા નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15340209






ટિપ્પણીઓ