ખીચું (Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી એક પેન મા પાણી લઈ તેમાં જીરો ખારો પાપડી મીઠું આદુ મરચાં ની પેસ્ટ એડ કરી ધીમા તાપમાન પર ઉકાડવું.
- 2
હવે તેમા ચોખા નો લોટ નાખી વેલણ થી ગાંઠા ન થાય એ ધ્યાન રાખવું. અને લોટ ને બફાવા દેવું.
- 3
લોટ બફાઈ જાય અને ઘટ થઈ ગયા બાદ ગેસ ઑફ કરી બફેલો લોટ ઠંડું થવા દેવું.
- 4
હવે લોટ રોટલી ના લોટ જેમ ટીપી ગોળ શેપ આપી તેમા હોલ કરવા.
- 5
હવે ગેસ ઓન કરી ઢોકડીયા મા પાણી નાખી તેમા હોલ વાળી ટ્રે મા ખિચિ ના લોયા ધીમા તાપમાને સ્ટિમ થવા દેવા.
- 6
અહી ખીચું તૈયાર છે ગેસ ઑફ કરવુ.
- 7
હવે ગરમ ગરમ ખીચું તેલ અને મરચું પાઉડર થી સવઁ કરીશ.😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15375829





ટિપ્પણીઓ (9)