કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff1
#non fried Ferrari recipe

કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

#ff1
#non fried Ferrari recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
આઠ વ્યક્તિ
  1. 250 ગ્રામ કાજુ
  2. 50 ગ્રામમિલ્ક પાઉડર
  3. 100 ગ્રામ ખાંડ
  4. 1/2 કપ પાણી
  5. 1 ચમચીઘી
  6. વરખ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાજ ને મિક્સર જારમાં લઈ પીસી પાઉડર બનાવી લો. પછી તેને ચારણીથી ચાળી લો. હવે મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    નોન-સ્ટીક પેનમાં ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણી ઉમેરી ધીમા તાપે ગરમ મૂકો. બધી ખાંડ ઓગળી જાય અને બબલ્સ થાય ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે ચાસણીમાં કાજુ અને મિલ્ક પાઉડર નું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી સતત દસ મિનિટ સુધી હલાવતા રહો.હવે ગેસ બંધ કરો.પાંચ મિનિટ સુધી હલાવતા રહો.

  4. 4

    એક પ્લાસ્ટિકની સીટ લઈ ઘી વડે ગ્રીસ કરો. પછી તેના પર મિશ્રણને સીટ ઉપર કાઢી લો. ઘી વાળા હાથ કરી બરાબર સરખું કરી લો.હવે તેના પર બીજી સીટ મૂકી વેલણ થી હળવા હાથે વણી ચોરસ આકારમાં જેટલી ઠીકનેસ જોઈએ તેટલી વણી લો. ૨૦ મિનીટ બાદ તેમાં કાપા પાડી લો.

  5. 5

    તેના ઉપર ચાંદીની વરખ લગાવી લો.

  6. 6

    હવે તૈયાર છે કાજુ કતરી.એક સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

Similar Recipes