જૈન કાજુ મખાના પનીર નુ શાક (Jain Kaju Makhana Paneer Shak Recipe In Gujarati)

Kashmira Parekh @kity_991990
જૈન કાજુ મખાના પનીર નુ શાક (Jain Kaju Makhana Paneer Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મખાના અને કાજુ ને અલગ - અલગ એક પેનમાં શેકી લો.
- 2
ત્યારબાદ ટામેટા, કાજુ, મગજતરી ના બી, આદુ અને મરચાં નાખીને મિક્સરમાં એક સ્મુધ પેસ્ટ કરો.
- 3
ત્યારબાદ એક પેનમાં ઘી અને તેલ મૂકી પછી તેમાં જીરું મૂકો.
- 4
ત્યારબાદ તેમાં રેડી કરેલી ટામેટા ની પેસ્ટ ને સાંતળો. પછી તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર, કસુરી મેથી નાખી સાંતળી લો.
- 5
પછી તેમાં થોડું પાણી નાખી ૨ મિનીટ ઉકળવા દો ત્યારબાદ તેમાં કાજુ, મખાના, કેપ્સિકમ નાખી હલાવી લો.
- 6
પછી તેમાં ખમણેલું પનીર નાખી હલાવો પછી તેમાં ઉપરથી મલાઈ નાખી ૨ મિનીટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તૈયાર થઈ ગયેલ શાકને એક બાઉલમાં કાઢી લો.
- 7
હવે આ શાક ને દાલ ફ્રાય સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15413484



ટિપ્પણીઓ (6)