ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૧૦૦ ગ્રામ ફરાળી ચેવડો
  2. બાફેલું બટાકુ સમારેલું
  3. ૩ ટી સ્પૂનસમારેલી કાકડી
  4. ૩ ટી સ્પૂનખારી શીંગ
  5. ૨ ટી સ્પૂનસમારેલું કેપ્સીકમ
  6. ૧ ટી સ્પૂનસમારેલું લીલું મરચું
  7. ૩ ટી સ્પૂનલીલી ચટણી
  8. ૩ ટી સ્પૂનદાડમ ના દાણા
  9. ૪ ટી સ્પૂનફરાળી ભૂંગળા નો ભૂકો
  10. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  11. ૧/૨ ટી સ્પૂનલીંબુ નો રસ
  12. સર્વ કરવા માટે
  13. સાબુદાણા પાપડ
  14. ફરાળી તળેલા પાસ્તા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ફરાળી ચેવડો લો. ત્યારબાદ તેમાં સમારેલું બટાકુ, સમારેલી કાકડી અને સમારેલું કેપ્સિકમ ઉમેરો. સમારેલું લીલું મરચું ઉમેરી દો.

  2. 2

    હવે તેમાં ખારી શીંગ, દાડમના દાણા, ફરાળી ભૂંગળા નો ભૂકો,લાલ મરચું અને લીંબુનો રસ ઉમેરો.હવે તેમાં લીલી ચટણી નાખો.હવે તેને સરખું હલાવી ને મિક્સ કરી લો.જો આંબલી ની ચટણી નાખવી હોય તો નાખી શકાય.મે અહી નથી નાખી.

  3. 3

    હવે એક પ્લેટ મા સાબુદાણા નો તળેલો પાપડ લો.તેમાં મિક્સ કરેલી ભેળ નાખો.હવે તેને તળેલા પાસ્તા થી ગાર્નિશ કરો.

  4. 4

    તો તૈયાર છે ફરાળી ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes