ગળ્યા સક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ અને દળેલી ખાંડ ને તપેલીમાં લઇ ગેસ પર ધીમા તાપે ઓગાળી લઈએ.
- 2
હવે કથરોટમાં મેંદો લઈ તેમાં મીઠું ઉમેરી, પછી ઘી ને ગરમ કરીને લોટમાં ઉમેરવું. ચમચી ની મદદ થી બધું મિક્સ કરી ખાંડ વાળું દૂધ ઉમેરતું જવું અને લોટ બાંધી લેવો.
- 3
હવે લોટને ૨૦ થી ૨૫ મીનીટ ટેસ્ટ આપી તેમાંથી મીડીયમ લુવા વાળી પાટલી પર ઘી લગાડીને મોટો રોટલો વણી લેવો. રોટલા ની જાડાઈ મીડીયમ રાખવી, હવે તમને ગમે તે શેપમાં સકરપારા કટ કરી લેવા.
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો, મીડીયમ એવું તેલ ગરમ થાય એટલે શક્કરપારા ને પહેલા ધીમા તાપે અને પછી મીડીયમ તાપે બ્રાઉન રંગના તળી લેવા.
- 5
તો હવે તૈયાર છે આપણા ગળ્યા સક્કરપારા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437209




ટિપ્પણીઓ