થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા મોટા અને જાડા વાસણમાં એક લીટર દૂધ એડ કરીને એકદમ ઉકળવા દો ત્યારબાદ તેમાં ચપટી જેટલો ફટકડી પાઉડર એડ કરો પાઉડર એડ કર્યા બાદ દૂધને સતત હલાવતાં રહેવું
- 2
અને બીજી બાજુ બીજા પેનમાં 1/2 કપ જેટલી ખાંડ નાખો અને તેને હલાવવાનું નથી આપણે તેને કેરી મલ જેવું બનાવવાનું છે જેથી આપણા પેંડા સરસ અને બહાર જેવા થશે જો તમારે કલર નાખવો હોય તો નાખી શકો છો
- 3
અને આપણું દૂધ એકદમ ઉકડી ગયા બાદ તે એકદમ ફાટવા લાગશે તેને આપણે સતત ચલાવતું રહેવાનું અને બધું જ પાણી બળી નાખવાનું ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલી ખાંડ કરવાની અને સરસ રીતે મિક્સ કરીને બધું જ પાણી બળી જાય એટલે તેમાં આપણે જે કેરી મલ ચાસણી તૈયાર કરેલી છે તેમાં એડ કરીને સરખું હલાવી નાખો
- 4
ત્યારબાદ મિશ્રણને ઠંડું થઈ જાય એટલે તેને તમે ગમે તે સેપ આપીને પેંડા વાળી શકો છો ત્યારબાદ તેની ઉપર કાજુ લગાવી તો આ રીતે આપણા બહાર જેવા થાબડી પેંડા તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ