બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)

Kajal Sodha @kajal_cookapad
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન ને ચાળી ને તેમાં પાણી ઉમેરી ખીરું બનાવો. બાદ તેમાં સોડા ઉમેરી પાતળું ખીરું રાખવું.
- 2
હવે ચાળણીથી તેલમાં બુંદી બનાવી લો.
- 3
બધી જ બુંદી તળી લો. અન્ય વાસણમાં ખાંડ લઈ તેમાં ખાંડ ડુબે એટલું પાણી ઉમેરો.
- 4
ચાસણી ને સતત હલાવતા રહો અને એક તાર ની ચાસણી બનાવો. ચાસણી નીચે ઉતારી તેમાં ઇલાયચી અને કેસરી કલર ઉમેરો.
- 5
હવે ગરમ ચાસણીમાં જ બધી જ બુંદી ઉમેરો. આ પ્રોસેસ ઝડપથી કરવી.
- 6
એક પહોળા વાસણમાં ચાસણીમાં પલાળેલી બધી જ બુંદી લઈ તેમાં મીક્સ કલર ટુટીફ્રુટી અને કીસમીસ ઉમેરો. આપણી પસંદ મુજબ ડ્રાયફ્રુટસ્ પણ ઉમેરી શકાય.બધું જ સરખું મીક્સ કરી લો.
- 7
થોડું ગરમ હોય ત્યારે જ ઘી વાળો હાથ કરી લાડુ વાળી લેવા.
- 8
તૈયાર છે બુંદી ના લાડુ.😋😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#MAમારી મમ્મી હેમાંગીનીબેન ધોળકિયાની બધી જ આઇટેમ બહુ જ સરસ બને.પપ્પા બહારની કે હોટેલની વસ્તુ ક્યારેય ના ખાય, એટલે મમ્મી બધી જ વસ્તુ ઘરે જ બનાવે. એને નવું નવું બનાવવા નો શોખ પણ્ ખૂબ. મીઠાઇ માં મમ્મી ની માસ્ટરી.આજે હું જે કાંઈ બનાવું છું તે મારી મમ્મીને આભારી છે.આજે મધર્સ્ ડે સ્પે. માં મારી મમ્મી ની સ્પેશિયાલિટી એવા બુંદીના લાડુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે Jignasa Avnish Vora -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe in Gujarati)
#GA4#week9# Sweet# gujpadgujarati દોસ્તો, બુંદીબનાવતા કઈ વાર લાગતી નથી. ઘરે ચોખ્ખા ઘીમાં કરેલી બુંદી સેમ મંદિર જેવી જ ટેસ્ટમાં લાગે છે. મારી પાસે ઝારો ન હતો એટલે મેં છીણી ની મદદ થી બુંદી પાડી છે ખુબ જ સરસ થઇ છે SHah NIpa -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#શ્રાવણસાતમ- આઠમ ના તહેવારો માં બધા ના ઘરે મીઠાઈ ફરસાણ માં અલગ અલગ બનતું હોય છે. જેમાં મોહનથાળ પણ બનતો હોય છે. મારા ઘરમાં પણ આ ટ્રેડિશનલ મીઠાઈ અચૂક બને છે. જેની રેસિપી હું અહીં આપ સૌ સાથે શેર કરું છું. જન્માષ્ટમી અને નંદમહોત્સવ ની આપ સૌ ને ખૂબ ખૂબ વધાઈ સાથ શુભકામના. જય શ્રી કૃષ્ણ🤗🤗🙏🙏 Kajal Sodha -
-
દર ના લાડુ(dar na ladu in Gujarati)
#વિકમીલ૨દર ના લાડુ એ અનાવિલ સમાજ ની પરંપરાગત વાનગી છે. છોકરી ના લગ્ન પ્રસંગે અને બીજા શુભ પ્રસંગે દર ના લાડુ, રવા મેંદા પૂરી અને વડા ની આપ લે થાય છે. Asmita Desai -
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#SFR સૌરાષ્ટ્ર માં સાતમ ના તહેવાર માં આ લાડુ દરેક ઘરે બને. કોઈ લીસા લાડુ કહે, કોઈ ખાંડ ઘોઇ એમ પણ કહે. અંતે સ્વાદ માં તો એક જ સરખાં બેમિસાલ 😋 Bhavnaben Adhiya -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
બુંદી ના લાડુ મારા બાળકો ના પ્રિય છે મને ઘર ની જ મીઠાઈ પસંદ છે તો એમના સારા સ્વસ્થ માટે ઘેર જ બનાવ્યા sonal dave -
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#Famબુંદી મેં મારી મમ્મી અને પપ્પા જોડે થી શીખી છું અને હું અહી મારી ફેમીલી ની રેસીપી મૂકી રહી છું. Shilpa Shah -
-
બૂંદી ના લાડુ(Boondi Ladoo Recipe in Gujarati)
#GA4#week9#mithaiદિવાળી પર અમારા ઘરે દર વરસે મીઠાઈ આવે... એમાં બૂંદી ના લાડુ અચૂક હોય જ.. પણ આ વરસે એ શકય ન હતું.. એટલે આ વખતે જાતે બનાવાનો વિચાર આવ્યો. Kajal Mankad Gandhi -
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#DFTદિવાળી ફેસ્ટિવલ રેસીપીમીઠા મધુરા મનભાવન દાનેદાર બુંદીના લાડુ Ramaben Joshi -
-
બુંદી ના લચકા લાડુ (Boondi Lachka Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC#RJSબાપ્પા ઘરે પધાર્યા છે તો રોજ નવો નવો પ્રસાદ ધરીએ. Sushma vyas -
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Cookpadgujrati#Cookpadindiaપારંપરિક ગુજરાતી ભોજન માં મીઠાઈ માં સૌથી પેલા બુંદી અથવા બુંદી ના લાડુ નું ખૂબ જ મહત્વ છે.લગ્ન પ્રસંગ માં પણ બુંદી ને ગાઠીયા જોડે પીરસવા માં આવતી.ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકર અથવા ખાંડ ની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે કાજુ બદામ દ્રાક્ષ સજાવીને ખાવા ની મજા માણી શકાય. Bansi Chotaliya Chavda -
મોતિચૂર લાડુ (Motichur Laddu Recipe in Gujarati)
#ફટાફટ#ગુરુવારઆજે મે બિલકુલ જારાં વગર મોતિચૂર લાડુ બનાવ્યા છે સામાન્ય રીતે બુંદી ના અને મોતિચુર ના લાડુ માટે જારા થી બુંદી પાડી ને બને છે .આ રીતે એકદમ સહેલી સરળ રીતે અને જલદી થી બની જાય છે આ laddu. Keshma Raichura -
બુંદી નુ રાયતુ(Boondi Raita Recipe in Gujarati)
આપણે જાતના રાયતા બનાવતા હોય છે કાકડીનું રાઇતું કોબીજ નુ રાયતુ રીંગણ નું તીખી બુંદી રાઇતુંઆજે મેં તીખી બુંદી નુ બનાવ્યું છે જેમાં બૂંદી પણ ઘરે જ બનાવેલી છેજેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
-
-
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ સાતમ આઠમ ની ફેવરિટ વાનગી આ લિસા લાડુ છે.જે ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
-
ગળી બુંદી
આ રેસીપી (સ્વીટ) એવુ છે.બઘાં ને પસંદ પડે એવું છે.ખાસ કરીને આ ગળી બુંદી મારી ફેવરિટ છે. Tanvi Bhojak -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીઆજે મે ભગવાન ક્રિષ્ન ના પારણાં નીમીતે માલપુઆ બનાવ્યા છે Varsha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15441059
ટિપ્પણીઓ (12)