બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)

#CR
બોન્ટીબાર એ પોલેન્ડની પ્રખ્યાત ચોકલેટ છે. જે નાના મોટા દરેકને બહુ જ ભાવે છે. અહીં મેં ફક્ત 3 જ વસ્તુનો ઉપયોગ કરીને બોન્ટી બાર બનાવી છે.બોન્ટી બાર ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં સૂકા ટોપરનું ઝીણું નું ખમણ લો.હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો.બંને વસ્તુઓ બરાબર મિક્ષ કરો.
- 2
જરૂર લાગે તો થોડું સૂકા ટોપરનું ઝીણું ખમણ ફરી ઉમેરી શકાય. આ મિશ્રણમાંથી લુઆ લઈ, તેને લંબગોળ આકાર આપો.આ રીતે બધા બોલ્સ તૈયાર કરી, તેને ફ્રીઝમાં 20 મિનિટ માટે સેટ થવા દો.
- 3
હવે એક બાઉલમાં ડાર્ક ચોકલેટ લઈ, તેને ડબલ બોઇલર કરી અથવા ઓવનમાં 30 સેકન્ડ મેલ્ટ કરો.હવે અગાઉથી ઠંડા કરેલા બોલ્સને મેલ્ટ કરેલ ચોકલટમાં રગદોળી, કાંટા ચમચીથી લઈ, બટર પેપર પર મુકો. આ રીતે બધી બોન્ટી બાર તૈયાર કરી, ફ્રિઝમાં 5 મિનિટ સેટ થવા મુકો.તો તૈયાર છે, બોન્ટી ચોકલેટ બાર.
Keywords
Similar Recipes
More Recipes
- ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat
- કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati)
- ટોપરા ના ખજુર બોલ (Topra Khajoor Balls Recipe In Gujarati)
- ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
- ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)

ટિપ્પણીઓ (11)