ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાથરોટ મા લોટ લઈ ને તેમાં રવો લઇ લો.
- 2
ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખી મીઠું, ખાંડ નાખી દહીં થી લોટ બાંધવો. જરુર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધવો.
- 3
તેને અડધાં કલાક સુધી તેને રેસ્ટ આપો. પછી હાથ થી ફૂલવડી વાળી ને જોઈ લેવું, જો તે સરસ વળે તો આપણો લોટ તૈયાર છે.
- 4
પછી ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે કણક મા સોડા નાખી તેની ઉપર ગરમ તેલ નાખી બરાબર મીક્ષ કરી લો.
- 5
હવે ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં તેલ ગરમ કરવા મૂકો. તેની ઉપર જારો રાખી ફુલવડી તળી લો.
- 6
તો તૈયાર છે ફુલવડી. આ ફુલવડી ટી ટાઇમ માં સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15459704
















ટિપ્પણીઓ