ફરાળી પ્લેટર (Farali Platter Recipe In Gujarati)

સામા-પાંચમે ખવાય એવી ફરાળી રેસિપિ અહીં શૅર કરું છુ. આ જૈન રેસિપિ પણ ગણાય. આપ સર્વે ને ગમશે. 😍
ફરાળી પ્લેટર (Farali Platter Recipe In Gujarati)
સામા-પાંચમે ખવાય એવી ફરાળી રેસિપિ અહીં શૅર કરું છુ. આ જૈન રેસિપિ પણ ગણાય. આપ સર્વે ને ગમશે. 😍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોરૈયાને મિક્સર ગ્રાઈન્ડર માં ફાઈન પાઉડર બનાવી લેવો. બટાકાં બોઈલ કરી લેવાં. અને ખીસી લેવાં. કોથમીર સાફ કરીને જીણી સમારી લેવી. મરચાં પણ જીણા સમારી લેવાં. બધી સામગ્રી ભેગી કરી લેવી.
- 2
એક મિક્ષિન્ગ બૉઉલ માં મોરૈયા નો પાઉડર લેવો. જેને આપણે ગ્રાઇન્ડ કરીને લીધો છે. તેમાં બટાકાં અને આદું છીણી ને ઉમેરવાં. મરચાં, કોથમીર, કાળા મરી નો પાઉડર, અજમો હાથેથી ક્રશ્ડ કરીને, તલ, જીરું, અને 1 ચમચી તેલ ઉમેરીવું. હવે હાથેથી પહેલાં બધાંને મસળી ને એક કરવું. થોડું પાણી નાખીને, સરસ લોટ ગુંદી લેવો. અને સરખા લુઆ બનાવી લેવાં.
- 3
હવે નોનસ્ટિક તવા ને ગેસ પર ગરમ થવા મૂકવી. પાટલા પર એક પ્લાસ્ટિક પાથરવું. તેને તેલ થી ગ્રીસ કરવું. હવે એક લુઓ લઇ તેને પ્લાસ્ટિક પર મૂકવું. પ્લાસ્ટિક નાં બીજા ભાગ થી લુઆ ને ઢાંકી દેવું.
- 4
એક પ્લેટ થી ઢાંકેલા લુઆ ને દબાવવો. જેથી એક પરાઠો તૈયાર થાશે.
- 5
તવી પર થોડું ઘી મૂકી બધે ફેલાવવું. પ્લાસ્ટિક ને હાથ માં લઇ, પરાઠાં ને ડાયરેક્ટ ગરમ તવા પર મુકવો. થોડીવાર રહી ને ધીરેથી પલટાવવું. બીજી તરફથી થોડું શેકાય, એટલે ઘી લગાવવું. સરસ શેકાય જાય, એટલે નીચે ઉતારી બીજો પરાઠો મુકવો. આ રીતે બાકીના પરાઠાં પણ શેકી લેવાં.
- 6
અને પ્લેટ પર મૂકવાં. તો આપણા ઉપવાસ માં ખવાય એવા ---
"મોરૈયાનાં આલૂ પરાઠાં તૈયાર છે."
**********************😍આની સાથે કઈ પણ ફરાળી શાક લઇ શકાય. મેં અહીં ભીંડા -પનીર ભુરજી, અને કાકડી ણુ રાઇતું બનાવ્યું છે. ખુબ સરસ અને ટેસ્ટી બન્યું છે. 😍
- 7
♦ હવે ભીંડા - પનીર ભુરજી બનાવીએ. 👇
----------------------------------------------ભીંડા ને સાફ કરી સમારી લેવાં. (જોઈએ એવા)
કડાઈ માં તેલ ગરમ કરી, તેમાં તમાલપત્ર ઉમેરી, ગરમ થવા દેવું. પછી હાથેથી તોડેલું લાલ મરચું, જીરું અને તલ ઉમેરી વઘાર કરવો. સરસ વઘાર થાય એટલે તેમાં ક્રમ્બલ કરેલું પનીર ઉમેરવું. તેને હલાવી 2 મિનિટ મસાલા સાથે ફ્રાય કરવું. હવે સમારેલાં ભીંડા મિક્સ કરવાં. તેને પણ 2-4 મિનિટ હલાવી, પનીર સાથે સરસ કૂક થવા દેવું. - 8
પાંચેક મિનિટ પછી તેમાં હળદરઅને મીઠું એડ કરવું. સમારેલાં ટામેટાં એડ કરવાં. મિક્સ કરવાં. ટામેટાં નરમ થાય, પછી શીંગદાણા ણુ ખીસ / પાઉડર મિક્સ કરવો. ગેસ ઑફ કરી દેવો. 1/2 ટી. સ્પૂન લીંબુરસ, અને ખાંડ મિક્સ કરવી. ઢાંકીને 5-7 મિનિટ રાખવું. (ખાટ્ટો - મીઠો ટેસ્ટ સરસ લાગે છે).
- 9
♦ હવે આપણે કાકડી નું રાઇતું બનાવીએ.
--------------------------------------------કાકડી ને ધોઈને, તેની છાલ પીલ કરી લેવી. ખીસની માં ખીસી લેવી. દહીંને સરસ ફેંટી લેવું. દહીં માં મીઠું, પાઉડર શુગર, કાળામરી પાઉડર, અને કાકડી નું ખીસ ઉમેરી, હલાવી, સારી રીતે મિક્સ કરવું. ઉપરથી જીરું પાઉડર ઉમેરવું. અને કોથમીર થી ગાર્નિશ કરવું.
- 10
તો તૈયાર છે... સામા-પાંચમે ખાવા માટે ફરાળી પ્લેટર. આ જૈન રેસિપિ પણ છે.
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (6)