અંજીર આલમંડ વેઢમી (Anjeer Almond Vedhmi Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેર દાળ
  2. 6અંજીર
  3. 1/3 કપબદામ પાઉડર
  4. 1 કપખાંડ
  5. 1 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  6. 2 કપઘઉં નો લોટ
  7. 3 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  8. 1 ટેબલ સ્પૂનઘી +વેઢમી ઉપર લગાવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં મોણ એડ કરી જરૂર મુજબ પાણી નાખી રોટલી ની કણક બાંધી લો.

  2. 2

    દાળ ને ધોઈ ને કુકર માં બાફી લો.અંજીર માં થોડું પાણી એડ કરી અડધા કલાક માટે પલાળી દો. અંજીર માંથી વધારા નું પાણી કાઢી મિક્ષી જાર માં અંજીર લઈ પીસી ને પેસ્ટ બનાવી લો.

  3. 3

    કુકર માંથી દાળ કાઢી ગરમ હોય ત્યારે જ નોન સ્ટીક પેન માં લઇ લો. દાળમાં ખાંડ એડ કરી સતત હલાવતા રહી ને ગરમ કરો. થોડું થીક થાય એટલે તેમાં અંજીર ની પેસ્ટ અને બદામ પાઉડર એડ કરી હલાવતા રહો.

  4. 4

    પુરણ પેન છોડે ત્યારે ઈલાયચી પાઉડર અને ઘી એડ કરી મિક્સ કરી થોડું ઠંડુ થવા દો. પુરણ ના એકસરખા બોલ બનાવી લો.

  5. 5

    કણક માંથી એક લુવો લઈ નાની રોટલી વણી વચ્ચે પુરણ નો બોલ મૂકી રોટલી પેક કરી હલકા હાથે વણી લો.

  6. 6

    તાવડી ગરમ કરી બધી વેઢમી શેકી લો.ગરમ વેઢમી પર ઘી લગાવી સર્વ કરો. વેઢમી માં થોડું વધારે ઘી હોય તો ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes