લીટી ચોખા (Liti Chokha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું,અજમો,તેલ,ઘી,કલોનજી સીડ્સ નાખી બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી લોટ બાંધી લેવો એને રેસ્ટ આપવો 20મિનિટ માટે.
- 2
સત્તુ ના લોટ માં મીઠું,મરચું,આદુ મરચા લસણ ની પેસ્ટ,શીંગ તેલ સરસિયું નાખી, કોથમિર ઉમેરી સ્તફિંગ તૈયાર કરી લો,લોટ નો લુવો લઈ વાટકા જેવું બનાવી તેમાં સ્ટફિંગ ભરી લો,અને નોન સ્ટીક ઢાંકણા વાળા પેન માં શેકી લો વારંવાર ફેરવ્યા કરવું જેથી બધી બાજુ શેકાય.
- 3
લીટી ને તેલ માં શેકવી,ઢાંકી ને.
- 4
ચોખા બનાવવા માટે ટામેટા, બટાકા અને લસણ ને શેકી લો,તેની છાલ ઉતારી તેમાં આદુ મરચા,અને ડુંગળી નાખી સિંગતેલ નાખવું,તેમાં મરચું અને મીઠું ઉમેરવું સ્વાદ મુજબ.
- 5
આ રીતે તૈયાર છે આપણા લીટી ચોખા.તેમાં ઉપરથી ઘી નાખી લસણિયા સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15518576
















ટિપ્પણીઓ (13)